ભવર મીણા, માઉન્ટ આબુ: ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં ગરમી અને બફારા થી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.જો કે છેલ્લા બે દિવસથી પડતી ગરમી સામે કુલર,એસી પંખા લકવાગ્રસ્ત સાબિત થઈ રહ્યા છે તેવામાં લોકો ગરમી અને બફારાથી રાહત મેળવવા હિલ સ્ટેશન જેવા સ્થળો તરફ દોટ મૂકી રહ્યા છે.
ગુજરાતીઓની પહેલી પસંદ અને દેશ વિદેશમાં પર્યટક સ્થળ તરીકે પ્રખ્યાત બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શનિ રવિની રજા દરમિયાન પર્યટકોની ભીડ ઉમડી પડી છે જેના લીધે વેપારીઓ સહિત નગરપાલિકાને નોંધપાત્ર આવક થઈ રહી છે.
ચોથા શનિ અને રવિવાર ની જાહેર રજા તેમાં પણ ગરમી અને બફારા થી ત્રસ્ત થયેલા લોકો રાહત મેળવવા માટે માઉન્ટ તરફ દોડી રહ્યા છે. જેના લીધે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અંદાજે 25 હજાર ઉપરાંત પર્યટકો ઉમટી પડ્યા હતા જેથી પાલિકા ને 6 લાખ 3 હજાર 210 ની આવક થઈ હતી. રજાઓ અને ગરમી ને લઈ માઉન્ટ આબુ ના નક્કી લેખ સહિત માર્ગો પર્યટકો થી ઉભરાઈ ગયા હતા