વડોદરાથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. શહેરમા એક યુવક વડોદરા પોલીસની વાન પર ચડી અને ચોંકાવનારા ફોટો પાડવાનુ શરૂ કરી દીધુ હતુ. આ ફોટો શૂટનો વીડિયો હવે ચારેતરફ વાયરલ થઈ રહ્યો છે. આ હરકત દ્વારા અસમાજિક તત્વોએ વડોદરા પોલીસનુ અપમાન કર્યુ છે.
મળતી માહિતી મુજબ પોલીસની આબરૂને લીલામ કરતો આ વીડિયો જિલ્લા પોલીસની PCR વાન પર બનાવવામા આવ્યો છે. આ યુવકે રૂરલ પોલીસની ગાડી પર ચઢી શખ્સે અલગ અલગ પોજ આપતો ફિલ્મી સ્ટાઇલમા ફોટો શૂટ કર્યો.
હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ યુવકને શોધી રહી છે. આ શખ્સની ‘હીરો’ગીરી’નો વીડિયો પર હવે લોકો કોમેન્ટો કરી રહ્યાં છે. બીજી તરફ પોલીસની બેદરકારી પર પણ હવે સવાલો થઈ રહ્યા છે.