પ્રહલાદ પૂજારી, અંબાજી: રાજસ્થાન માં આવેલા પવિત્ર ધામ રામદેવરા ખાતે દર્શન માટે લાખો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.જેમાં ટ્રેક્ટર,તેમજ અન્ય લોડીગ વાહનો માં યાત્રિકો જઇ રહ્યા છે.
જોકે બે દિવસ અગાઉ રાજસ્થાન માં અકસ્માત સર્જાયો હતો જેમાં બનાસકાંઠા ના 4 યાત્રિકો ના મોત થયા હતા.આ વાહનો લઈ જતા વાહનો પર રોક લગાવવા માં આવી છે.
શક્તિપીઠ અંબાજી ખાતે એક ખાનગી હોટલ મા નોકરી કરતો નરેશ ભાઈ ત્રણ દિવસ અગાઉ જન્માષ્ટમીના દિવસે બપોરે પોતાનાં પરિવારજનો સાથે ટ્રેકટર મા રણુજા દર્શન કરવા નીકળ્યા હતા.
આ લોકોનો અક્સ્માત સુમરપુર પાસે થતાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ બાબતની ગંભીરતા સમજી રાજસ્થાન સરકારે તાત્કાલીક અસરથી ગુજરાત તરફથી રાજસ્થાનમા પ્રવેશતા તમામ મોટા વાહનોમાં મુસાફરી પર રોક લગાવી છે.
આજે બપોરે રાજ્સ્થાન છાપરી બોર્ડર પર રાજસ્થાન પોલીસના જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગુજરાત તરફથી રાજસ્થાન તરફ ભારે વાહનોમા બેસીને મુસાફરી કરતા વાહનોને અટકાવ્યા હતા. આમ યાત્રિકોને ભારે હેરાનગતિ થઈ હતી