જૂનાનગઢમાં ગિરનાર ક્ષેત્રને સાધુઓનુ પિયર કહેવામા આવે છે. આ ધરતી અનેક સાધુસંતોના તપથી પાવન થયેલી છે. આ વચ્ચે પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ વિશે વિગતે વાત કરીએ તો ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર એક અજાણ્યા સાધુએ તલવાર લઈને હુમલો કર્યો છે.
પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર અજાણ્યા સાધુએ હુમલો કર્યો
આ બાદ તેઓ ગંભિર રીતે ઘાયલ થયા હતા. હાલ તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર હુમલો થયો હોવાની માહિતી મળતા જ સાધુ-સંતો પણ હોસ્પિટલે દોડી આવ્યા છે.
વારા પછી વારો, મારા પછી તારો…. હવે અમીરોની યાદીમાં અંબાણીનો ફગોળિયો થયો, અદાણી ખાલી આટલા નંબર જ પાછળ
મળતી માહિતી મુજબ ઈન્દ્રભારતી બાપુ પણ આ સમયે હોસ્પિટલ પહોંચ્યાં છે. આ ઘટના બાદ સમગ્ર સાધુ-સંતો નારાજ છે. આ દરમિયાન પોલીસ પણ હોસ્પિટલલે દોડી આવી હતી અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.