ગુજરાતમાં આગામી બે મહિનામાં ઈ-વિધાનસભા કાર્યરત થશે, 15 સભ્યોની કમિટી બનાવાઈ

Lok Patrika Desk
By Lok Patrika Desk
GUJARAT
Share this Article

Gujarat News: વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ શંકર ચૌધરી (Shankar Chaudhary) ના નેતૃત્વમાં ઘણા હકારાત્મક ફેરફારો અને નિર્ણયો વિધાનસભામાં જોવા મળ્યા છે. પછી તે ધારાસભ્યોની ક્રિકેટ મેચ હોય કે પછી ધારાસભ્યોનો હોળી ઉત્સવ. તમામ હકારાત્મક પ્રયોગો કરવાનું શ્રેય શંકર ચૌધરીને ફાળે જાય છે. એવી જ એક જાહેરાત ગત વિધાનસભા સત્રમાં તેમણે કરી હતી કે, પેપરલેસ વિધાનસભા ચલાવાની. એના જ ભાગરુપે એક કમિટીની રચના કરાઈ છે. આવતા બે મહિનામાં ધારાસભ્યોને માટે ઈ-વિધાનસભાની સુવિધા મળશે. તેના માટે કમિટીની રચના કરાઈ છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત 15 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેનું લક્ષ્ય આગામી બે મહિનામાં કામ પૂર્ણ કરવાનું છે.

GUJARAT

બે મહિનામાં ઇ-વિધાનસભા કાર્યરત જશે

ગુજરાત વિધાનસભા આગામી સમયમાં પૂર્ણ રીતે પેપરલેસ બની જશે અને તેની સાથે ઇ-વિધાનસભા પ્રોજેકટને પણ અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આગળ વધારવામાં આવ્યો છે. આગામી બે માસમાં ઇ-વિધાનસભા કાર્યરત થઇ જશે. તેમજ રાજ્ય સરકાર દ્વારા આ અંગે 15 સભ્યોની એક કમિટી નિયુક્ત કરાઇ છે, જેનું નેતૃત્વ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવશે અને સમગ્ર પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પડે તેનું પણ અવલોકન અધ્યક્ષ જ કરશે.

આ પણ વાંચો

PM મોદીએ નવા સંસદ ભવનનું કર્યું ઉદ્ઘાટન, સમારોહમાં જોવા મળી બધા ધર્મોની ઝલક

IIFA 2023: લુંગી પહેરીને ખૂબ નાચ્યો સલમાન ખાન તો રિતિક રોશને વિક્કીને શિખવ્યો ડાન્સ

IPL 2023 Final: 59 દિવસ, 73 મેચો બાદ, IPLના નવા વિજેતાનો નિર્ણય એક લાખથી વધુ દર્શકોની સામે થશે

ધારાસભ્યોને ટેબ્લેટ દ્વારા કામગીરીની તાલીમ અપાશે

ઈ વિધાનસભા માટે ધારાસભ્યોને ટેબ્લેટ થકી કામગીરીની તાલીમ આપવામાં આવશે. ધારાસભ્યો ટેબ્લેટ દ્વારા પ્રશ્નો પૂછી શકશે, પત્ર વ્યવહાર ઓનલાઈન કરી શકશે, ટેબ્લેટથી ફાઈલ મૂકી શકશે અને પોતાના મત વિસ્તારના પ્રશ્નો પણ ઓનલાઈન જાણી શકશે. ઈ વિધાનસભા બાબતે સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ સાથે બેઠક પણ કરવામાં આવી છે.


Share this Article