વડાપ્રધાન મોદીએ કેવડિયામાં સંબોધન કરતા મોરબીના દર્દનાક અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે મારું મન મોરબીમાં છે. આવી પીડા મેં મારા જીવનમાં ખૂબ ઓછી અનુભવી છે.
એક તરફ દર્દથી ભરાયેલ હૃદય છે અને બીજી તરફ કર્મ અને કર્તવ્યનું પથ છે. હું ભલે આજે અહિયાં તમારી વચ્ચે છું પણ મારુ મન કરુણાથી ભરાયેલું છે અને મોરબીના પીડિતોની સાથે છે.
આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે મોરબી જઈને કામગીરીની સમિક્ષા કરી અને સરકાર તરફથી પણ બને તેટલી મદદ કરવાની વાત કહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠક યોજી આ મામલે સતત એકશન લઈ રહ્યા છે.
માહિતી મુજબ બાળકો અને મહિલાઓના મૃતદેહો પાણીમાથી બહાર સેનાની ત્રણેય પાંખ કાઢી રહ્યા છે. આ સાથે જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવાની સમગ્ર રાજ્યમાથી ભારે માંગ ઉઠી છે.
ગૃહરાજ્યમંત્રી સંઘવીએ કહ્યુ છે કે તેમણે રાતે મોરબી જઈ ઘટનાસ્થળ અને હોસ્પિટલમાં પીડિતો સાથે વાત કરી છે. કલેકટર કચેરીથી સતત રેસ્ક્યૂ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે અને આ સિવાય રાતે PMO ની એક ટીમ પણ આવી પહોચી હતી જે કામો પર નિરીક્ષણ રાખી રહી છે. આ દુર્ઘટના બાદ PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ કરી દીધા છે. બીજી તરફ જવાબદારો સામે કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.