વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનાભાઈ પ્રહલાદ મોદીને કિડની સંબંધિત સમસ્યા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમને હાલ ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રહલાદ મોદી વડાપ્રધાનના એક બહેન અને 4 ભાઈ પૈકી ચોથા સ્થાને આવે છે અને તેઓ સૌથી નાના છે.
મળતી માહિતી મુજબ પ્રહલાદ મોદી અમદાવાદમાં કરિયાણાની દુકાન અને ટાયરનો શોરૂમનુ કામ કરે છે. આ સિવાય સોમાભાઈ મોદી, અમૃતભાઈ મોદી, પંકજભાઈ મોદી, પ્રહલાદભાઈ મોદી અને બહેન વાસંતીબેન મોદી પીએમ મોદીના ભાઈ-બહેન છે.
પીએમ મોદીના સૌથી મોટા ભાઈ સોમાભાઈ મોદી છે જેઓ હવે આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયા છે અને અમદાવાદમાં ઓલ્ડ એજ હોમ ચાવી સેવા કરી રહ્યા છે.
આ સિવાય પીએમના બીજા ભાઈ અમૃત મોદી ખાનગી કંપનીમાં મશીન ઓપરેટર તરીકે કામ કરતા હતા અને રિટાયરમેન્ટ લઈ લીધુ છે. પંકજભાઈ પીએમ મોદીના સૌથી નાનાભાઈ છે જેઓ સેવામાં લાગેલા છે. આ બાદ પ્રહલાદ મોદી. જેમને લઈને કિડની સંબંધિત સમસ્યાઓને કારણે તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.