આવતીકાલથી સમગ્ર ગુજરાતમા ટ્રાડિકના નિયમોને પાલન કરવવા માટે એક ખાસ ડ્રાઈવનુ આયોજન કરવામા આવી રહ્યુ છે. 6ઠ્ઠી માર્ચથી ટ્રાફિકના નિયમોની સુયોગ્ય અમલવારી માટે શરૂ થયેલી આ ખાસ ડ્રાઇવ 15મી માર્ચ સુધી ચાલશે અને આ દરમિયાન જે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરશે તેમને દંડ ફટકારવામાં આવશે.
મળતી માહિતી મુજબ હેલ્મેટ પહેર્યાં વગર ટુ-વ્હીલર ચલાવનારા, સીટ બેલ્ટ બાંધ્યા વગર ફોર વ્હીલર ચલાવતા વાહનો પર પોલીસની ચાંપતી નજર રહેશે. આ સાથે હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમનો ભંગ કરવાના વધુમાં વધુ કેસ દાખલ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. આ બાદ આ અંગે પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને પત્ર લખીને જાણ કરાશે.
આ સાથે નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી કેટલો દંડ વસૂલાયો છે? કેટલા કેસ? જેવી તમામ માહિતી 2 દિવસે સવારે આઠ વાગ્યા સુધીમા આપવાનો આદેશ આપવામા આવ્યો છે. આ ડ્રાઇવનો હેતુ ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત્તિ લાવવાનો છે જેથી રોડ અકસ્માત અને તેના કારણે થતા મૃત્યુંનો આંકડો ઘટાડી શકાય.