Gujarat Police: પોલીસ વિભાગમાં એક સમાચાર વહેતા થયા છે. તેમજ પોલીસ બેડામાં હંગામો પણ મચી ગયો છે. રાજ્યના પોલીસ વડાએ પોલીસકર્મીઓ દ્વારા બનાવવામાં આવતી રિલ્સ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર બહાર પાડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાથે જ ખાનગી વાહનોમાં પોલીસની નેમ પ્લેટ રાખી વિડીયો બનાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ખાખી પહેરેલી પોલીસ પણ રિલ્સ બનાવતા હતા એ હવે નહીં બનાવી શકે.
રાજ્યના પોલીસ વડાએ પોલીસ કર્મીઓ માટે યુનિફોર્મ કે યુનિફોર્મ સિવાય પણ રિલ્સ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ વડાએ સોશિયલ મીડિયા અંગેની ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે. હવેથી પોલીસકર્મી દ્વારા રિલ્સ બનાવવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવું પણ જણાવવામાં આવ્યું છે.
મોટા સમાચાર: SBIમાં 6000થી વધુ જગ્યાઓ માટે ભરતી, સ્નાતકો ફટાફટ કરો અરજી, દરેક રાજ્યમાં ખુશીનો માહોલ
રિલ્સ બનાવવા પર કડક પ્રતિબંધ મૂકવા છતાં કેટલાક પોલીસકર્મીઓ દ્વારા રિલ્સ બનાવવામાં આવતા 4 PSI તથા 13 કોન્સટેબલ સામે કાર્યવાહી કરવાની વાત પણ સામે આવી છે. ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે ખાખી કંટ્રોલમાં આવે છે કે કેમ??