Porbandar News: રોરીચ મેમોરિયલ ટ્રસ્ટ નાગગર ખાતે આર્ટ ધ ફોટો ફાઉન્ડેશન વડોદરા ગુજરાત દ્વારા ફ્રોમ બરોડા નામના પેઈન્ટિંગ પ્રદર્શનનું સંયુક્ત રીતે રશિયન ક્યુરેટર લારિસા સર્ગીના અને ભારતીય ક્યુરેટર સુરેશ કુમાર નડ્ડા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં 15 આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકારો અતુલ પડિયા, ડો.અવની શાહ, સોનલ ઓડેદરા સહિતના કલાકારોએ ભાગ લીધો હતો.
આ પેઈન્ટીંગ એક્ઝિબિશનમાં અતુલ પડિયાએ ડ્રોઈંગ, પેઈન્ટીંગ્સ અને ડીજીટલ પ્રિન્ટ્સમાં ડાયલોગ આધારિત આર્ટવર્ક તૈયાર કર્યા છે. સોનલ ઓડેદરાએ એક્રેલિક રંગોનો ઉપયોગ કરીને બ્રહ્માંડ પર ચિત્રો બનાવ્યા છે જે લેઝર પર પ્રતિબિંબની આભા દર્શાવે છે. તેમજ સોનલબેને પીપળાના પાન પર કુદરતી રંગોથી બનાવેલ ચિત્રો રજૂ કર્યા.
જેમાં મહેર સમાજ અને પોરબંદર માથી પ્રથમ મહીલા જેમને આર્ટ ફિલ્ડમાં એટલા આગળ વધી દેશને દુનિયામા નામ રોશન કર્યું. સંજીવની ચૌહાણે એક્રેલિક રંગોનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના પક્ષીઓના ચિત્રો દોર્યા છે. મુખ્ય મહેમાનોએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનથી રોરીચ આર્ટ ગેલેરીની મુલાકાત લેતા પ્રવાસીઓ અને ઉભરતા કલાકારોને ચોક્કસપણે ફાયદો થશે. રોરીચ આર્ટ ગેલેરીમાં પ્રદર્શન યોજવા માટે જગ્યા આપવા બદલ તમામ ચિત્રકારોએ ટ્રસ્ટ મેનેજમેન્ટ અને ડેપ્યુટી કમિશનર કુલ્લુ અને ડાયરેક્ટર IRMT નાગર તોરુલ એસ રવીશનો આભાર માન્યો છે.