શિક્ષણ વિભાગમાં વર્ગ ૧ ના કર્મીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ અને જિલ્લા શિક્ષણાધિકારીઓની બદલીઓની છેલ્લા ૬ મહિના જેટલા સમયથી રાહ જોવાઇ રહી છે જો કે કોઈ કારણોસર બદલીઓ અટકી હતી ત્યારે હવે વર્ગ ૧ ના કર્મીઓને પ્રમોશનનો આદેશો થયા બાદ હવે જિલ્લા કક્ષાએ કામ કરતા શિક્ષણ વિભાગના અધિકારીઓની બદલીઓનો ગંજીપો પણ ટૂંક સમયમાં ચિપવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.
જો આ ગંજીપો ચિપાશે તો ગુજરાત ના મોટાભાગના જિલ્લાઓમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શિક્ષણાધિકારી બદલાશે તેમ માનવમાં આવી રહ્યું છે. ૧૦ જેટલા શિક્ષણ વિભાગના અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે તો બીજી બાજુ કેટલાય જિલ્લાઓમાં શિક્ષણ ના અધિકારીઓની જગ્યાઓ ખાલી છે તો જે અધિકારીઓ ૩ વર્ષ કરતા વધારે સમયથી એક જ જગ્યાએ ચીપકી રહ્યા છે તેવા અધિકારીઓની બદલીઓ પણ ફાઇનલ માનવામાં આવી રહી છે.
જેમાં મધ્ય ગુજરાત ,દક્ષિણ ગુજરાત ની સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અધિકારીઓનો પણ સમાવેશ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે તો કેટલાક જિલ્લાઓ ચાર્જમાં ચાલે છે તે અને જે અધિકારીઓ ત્રણ વર્ષ કરતા વધારે સમયથી એક જ જગ્યા પર છે જે આમ પણ બદલીના ક્રાઇટ એરિયામાં આવી જાય છે.
શિક્ષણમાં પરિવર્તનો આવી રહ્યા છે અને આ પરિવર્તન માં સારું કામ કરનાર અધિકારીઓને સારી જગ્યાએ પોસ્ટિંગ મળી શકે છે.તો ચાર્જ માં ચાલતા અધિકારીઓને પણ ચાર્જ છોડવો પડી શકે છે. આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે અને તે પહેલાં દરેક વિભાગમાં બદલીનો દોર શરૂ થશે ત્યારે શિક્ષણ વિભાગમાં પણ મોટા ફેરફાર આવે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે ત્યારે પ્રમોશન બાદ હવે કાર્યરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારીઓની બદલીઓના આદેશ પણ જલદી છૂટશે તેમ લાગી રહ્યું છે.