ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિવિધ ખાતાની કચેરીઓ તેમજ મહેસૂલ વિભાગ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન વર્ગ-3 અને સચિવાલય વિભાગ માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 માટે 2018માં જાહેરાત બહાર પાડવામાં આવી હતી. 2018ની ભરતી રદ થયા બાદ કોરોનાના કારણે તારીખ હવે જાહેર કરાઇ હતી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 13મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી અને મોકૂફ રખાયેલી બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. હવે આ પરીક્ષા આગામી 24મી એપ્રિલના રોજ યોજાશે. GSSSBના ચેરમેન IAS એ.કે રાકેશે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. પરીક્ષાના સુચારું આયોજન માટે આ ભરતી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ભરતી પરીક્ષાનું ટ્રાન્સપોટેશન પ્રિન્ટિગ પ્રેસથી લઈ તમામ સુવિધાઓ પર હાલ સારામાં સારી રીતે કામ ચાલી રહ્યું છે, પરીક્ષા પારદર્શક રીતે લેવામાં આવશે જેથી તૈયારી કરતાં ઉમેદવારોને પૂરતો ન્યાય મળે.