જાણીતા લેખક શ્રી પ્રફુલ્લ કાનાબાર લિખિત જીવનવિકાસ લક્ષી અને પ્રેરણાત્મક લેખો ધરાવતું પુસ્તક ” રુક જાના નહીં…” છે.
આ પુસ્તક આજે અગિયારમા ધોરણમા અભ્યાસ કરતાં બસ્સો વિદ્યાર્થીઓને આપવામા આવ્યુ હતુ.
આ પુસ્તક વિદ્યાર્થીઓને પ્રિન્સીપાલ શ્રી હિતેન્દ્ર ભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં નિ:શુલ્ક વહેંચવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રિન્સિપાલ શ્રી હિતેન્દ્રભાઈ ત્રિવેદીએ લેખક શ્રી પ્રફુલ્લ કાનાબારની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.
લેખક પ્રફુલ્લ કાનાબારે વિદ્યાદાનના આ ઉમદા કાર્યમાં યોગદાન આપનાર તમામ દાતાઓનો આભાર માન્યો હતો.