બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ તાલુકો આદિવાસી તેમજ ડુંગરાળ વિસ્તાર છે. ત્યારે આ તાલુકો ન ધનિયતો હોય તેમ ઉત્તર ગુજરાત વીજ કંપની પોતાની મરજી મુજબ કામ કરી સંતોષ માની રહ્યું છે. અમીરગઢ તાલુકા માં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા માત્ર કાગળ ઉપર પ્રી મોન્સુન કામગીરી બતાવવા માં આવતી હોય તેમ છેલ્લા એક માસ થી વીજળી ના પ્રશ્ન ને લઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
જ્યારે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા જાય તેવો ઘાટ સર્જાયો છે. . એપ્રિલ માસના છેલ્લા અઠવાડિયામાં અથવા મે માસ માં પ્રિ મોન્સુન કામગીરી કરવાની હોય છે. જેમાં જોલા ખાતા વાયરો રિપેર કરવા, વાયરો ને નડતા વૃક્ષો કાપવા તેમજ નમી ગયેલા વીજ પોલને સુધારો કરવાની કામગીરી હોય છે.
આ પણ વાંચો
PHOTOS: બિપરજોય સામે પાકિસ્તાનની તૈયારીઓ! જનતા હાથમાં કટોરો લઈને ભીખ માંગતી જોવા મળી હતી
પરંતુ અમીરગઢ તાલુકા ની વીજ કપની ની લાલિયા વાડી ના લીધે લોકો બે બે દિવસ સુધી અંધકાર વેઠવા મજબૂર બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છેકે તાલુકા ના મથકની જ્યારે આવી સ્થિતિ હોય તો ગ્રામીણ વિસ્તારોમાં શું હાલત હશે તે એક સવાલ બની ગયો છે.