Priyanka Kher News: નવરાત્રિનો મહા ઉત્સવ નજીક આવી રહ્યો છે. ગરબા ક્લાસિસમાં પણ રમઝટ બોલી રહી છે. અલગ અલગ ખ્યાતનામ ગાયકો પણ પોતાના ગીતો અને આલ્બમ ગીતો રિલીઝ કરી રહ્યા છે. એ જ રીતે ગુજરાતની પ્રખ્યાત ગાયિકા પ્રિયંકા ખેરે પણ આ વખતે પોતાનો એક ગરબો યુ-ટ્યુબ પર રિલીઝ કર્યો છે અને ટૂંક સમયમાં 4.5 લાખ દર્શકોએ નિહાળી લીધો છે. વડોદરા, આમદાવાદ, કચ્છ, કાઠિયાવાડથી ઉતર ગુજરાત… તેમજ ગુજરાતથી લઈ દેશ વિદેશ સુધી પ્રિયંકા ખેરના ગરબા પર લોકો ઝૂમી રહ્યા છે.
ગરબો એ 55 મિનિટનું ગીત છે. આ ગરબામાં વડોદરા, આમદાવાદ, કચ્છ, કાઠિયાવાડથી ઉતર ગુજરાતહિલોળે ચડે એવા એવા 28 ગીતો પસંદ કરવામાં આવ્યા છે. કદાચ એટલે જ 20 દિવસમાં 4.5 લાખ લોકોએ આ ગરબો જોઈ લીધો છે અને હજુ પણ દર્શકો આવી જ રહ્યાં છે.
આ ગરબા વિશે વાત કરતા ગાયિકા પ્રિયંકા ખેર જણાવે છે કે આમ તો 2016ની આ વાત છે કે જ્યારે હું અમેરિકામાં પરફોર્મ કરવા ગઈ હતી અને ત્યાં મે જોયું કે લોકોએ 1 કલાક સુધી 3 તાળી પર ગરબા રમ્યા. ત્યારે જ મને મનમાં થયું કે કેમ આપણે 3 તાળી પર રમી શકે એવા ગરબા શુટ ન કરીએ. બસ આજે એ વાત સાર્થક થઈ અને લોકો 3 તાળી પર રમી શકે એવો 55 મિનિટનો ગરબો કર્યો.
પ્રિયંકા આગળ વાત કરે છે કે આ ગરબા માટે અમે 2022થી તૈયારી કરતા હતા. ગરબામાં 80 કરતાં વધારે લોકોએ મહેનત કરી છે. એકાદ વર્ષ પહેલા સંગીત પણ તૈયાર થઈ ચૂક્યું હતું. દાસ્તાન સર્કલ પાસે ગરબાનું શુટિંગ કરવામાં આવ્યું છે. આ ગરબોમાં મારે કંઈક નવું કરવું હતું. માટે મે શેરી ગરબાનું કલ્ચર પસંદ કર્યું અને લોકોને ફરી એ માહોલમાં લઈ ગઈ. શેરી ગરબા ફરી યાદ આવે એ રીતે આખો સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. પતંગિયા લગાવ્યા તેમજ સ્ટેપ પણ એ રીતે શુટ કર્યા.
ચોમાસાના વિદાયની આગાહી આવી ગઈ, 36 કલાક મેઘરાજા ધોધમાર બેટિંગ કરશે, પછી આ તારીખથી ચોમાસું લેશે વિદાય
ડાયરેક્ટર તરીકે અંકિત સખીયા અને આર્ટ ડિરેક્ટર-સેટ પ્રોડક્શન તરીકે અજય પાદરીયાએ રોલ નિભાવ્યો છે. મ્યૂઝિક અલ્પેશ પંચાલે આપ્યું છે. પ્રિયંકાએ નાનામાં નાની ભૂમિકાથી લઈને મોટામા મોટું કામ એકદમ દિલથી કરનાર એ બધા જ 80 લોકોનો ખૂબ ખૂહ આભાર વ્યક્ત કર્યો અને એમને ક્રેડિટ આપી છે. હાલમાં આ ગીતને અદ્ભૂત પ્રતિસાદ મળી રહ્યો છે, સૌથી મોટી વાત તો એ છે કે પ્રિયંકા ખેરના આ ગરબા પર કેનેડા અને યુએસમાં પણ આપણા ગુજરાતીઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે. આ વખતેનો નવરાત્રિનો પ્લાન પ્રિયંકા ખેરે જણવાતું કહ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં છું. ઉમિયા ધામ, વૈષ્ણદેવી સર્કલ, ગાંધીનગર અને ચિલોડા સર્કલ.. એમ અમદાવાદ-ગાંધીનગરમાં પ્રિયંકા ખેર આ નવરાત્રિએ ધૂમ મચાવશે અને ગુજરાતીઓને ગરબાનું ઘેલું લગાડશે.