રાજ્યના વાહન વ્યવહારને હવે વધુ વેગ મળશે. આજે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવી 254 બસ દોડતી કરાઈ છે. આ સાથે BS 6 નોર્મ્સ અને ૩ LNG બસનું પણ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન અરવિંદ રૈયાણી, એમ.કે. દાસ, ગુજરાત વાહન વ્યવહાર વિભાગના મેનેજીંગ ડીરેકટર એમ.એ.ગાંધી અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતાં. ૩ બસો જે ડિઝલથી ચાલતી હતી તેને હવે LNGમાં કન્વર્ટ કરી દેવામા આવી છે. આ સાથે 75 કરોડના ખર્ચે 251 અન્ય બસો તૈયાર કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ 500 સુપર એક્સપ્રેસ સહિત તૈયાર થયેલી બસોનું લોકાર્પણ થશે. આ સિવાય રાજ્યના વાહન વ્યવહારને હજુ વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારે 1 હજાર બસોની ખરીદી માટે રૂપિયા 310 કરોડ ફાળવ્યા છે. આ વિશે માહિતી આપતા પૂર્ણેશ મોદીએ કહ્યુ હતુ કે દર વર્ષે અમારી સરકાર ST નવી સુવિધા પુરી પાડે છે. ભાજપના શાસનમાં ગુજરાત સરકાર નવા સોપાન સર કરી રહ્યા છે. વાહન વ્યવહાર વિભાગ સોપાન સર કર્યુ છે.
આગળ વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે 251 ડિલક્સ એક્પ્રેસ અને એલએનજી બસનું પણ લોકાર્પણ કરાયું છે. સરકાર સામાન્ય નાગરિકોને સુવિધા મળે તે દિશામા કામ કરી રહી છે. વિવિધ ડીપોના માધ્યમથી 8 હાજર જેટલી બસોની સુવિધા પુરી પાડી છે. તેમણે ST બસને ગુજરાતની કરોડરજ્જુ ગણાવતા કહ્યુ હતુ કે દર વર્ષે અમારી સરકાર 1000 નવી બસ પુરી પાડે છે. ટ્રાન્સપોર્ટેશનમાં 4 માર્ગે વાહન વ્યવહાર કરનાર ગુજરાત પ્રથમ છે. ટ્રેન, બસ, હવાઇ અને દરિયાઇ માર્ગે રોરો ફેરી. હવે એરપોર્ટ પર મળનારી સુવિધા બસ ડેપોમાં પણ નાગરીકોને મળશે. આ સાથે અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે પણ પ્રયાસ થઈ રહ્યા છે.