ગુજરાતમા 1 અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામા મતદાન તહવા જઈ રહ્યુ છે. આ બાદ 8 તારીખે પરિણામ જાહેર થશે. આ પહેલા ગુજરાતની રાજનીતીમા સતત ઉથલપાથલ ચાલી રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા એક મોટા સમાચાર હિંમતનગરથી સામે આવ્યા છે જે બાદ રાજકારણ ગરમાયુ છે. સાબરકાંઠાથી ભાજપ માટે માઠા સમાચાર આવ્યા છે કે હિંમતનગરમાં ભાજપના કાર્યકરોએ પાર્ટી છોડી દીધી છે અને કોંગ્રેસમાં જોડાય ગયા છે.
માહિતી મુજબ 25થી વધારે કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં જોડાયા છે જેમા રબારી-ઠાકોર સમાજના આગેવાનો છે. આ સિવાય હિંમતનગરના વિવધ સમાજના આગેવાનોએ કોંગ્રેસનુ સમર્થન કર્યુ છે. કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલ સાથે તેઓ હોવાની વત કરી છે. હવે આ ગાબડુ ભાજપ માટે આવનારા સમયમા મોટુ નુકશાન સાબીત થઈ શકે છે.
આ સિવાય અન્ય એક સમાચાર કચ્છથી છે જ્યા એક તસવીર હાલ વાયરલ થઈ રહી છે, જેમા અબડાસા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાણીના ભાજપનો ખેસ ધારણ કરેલો છે. એક તરફ હવે મતદાનને હવે ફક્ત 2 દિવસ જ બાકી છે. રાજ્યમા વિધાનસભાની ચૂંટણીના પ્રચારમા બધી પાર્ટીઓ એડીચોટીનુ જોર લગાવી રહી છે.