શ્રવણ પરમાર, થરાદ: રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પત્રકાર ઉપર હુમલો થતા ,પત્રકાર એકતા સંગઠન દ્રારા ન્યાય માટે આવેદનપત્ર પોલીસ અને રેફરલ હોસ્પિટલમાં ન્યાય માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.બીજી તરફ આ હુમલો થતા આમ આદમી પાર્ટીના નેતા ભેમાભાઈ ચૌધરીએ હુમલાને વખોડી કાઢ્યો હતો.અને રાધનપુર વહીવટી તંત્રને આવેદનપત્ર આપ્યું હતું.
ગઈકાલે રાધનપુર રેફરલ હોસ્પિટલના ડોકટર અને તેના સ્ટાફ દ્રારા પત્રકાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલામાં ઘવાયેલ પત્રકારે સારવાર લીધી હતી ત્યારબાદ ડોકટર અને જવાબદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા પત્રકારે લેખીત ફરિયાદ આપી હતી.પરંતુ FIR નહિ થતા પત્રકાર એકતા સંગઠનના જિલ્લા પ્રમુખ નાનજીભાઈ ઠાકોર અને તેમના સંગઠન દ્રારા ડોકટર અને તેમના જવાબદાર સ્ટાફે જીવલેણ હુમલો કર્યો છે.
તમામ વિરુદ્ધ FIR થાય તેવી માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું. બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાએ રાધનપુર રેફરલ થયેલ હુમલા ને વખોડી કાઢ્યો હતો. આ સરકારમાં હુમલા વારંવાર પત્રકારો ઉપર થતા રહે છે. ચોથી જાગીર સુરક્ષિત નથી પત્રકાર ઉપર થયેલ હુમલાનો ન્યાય મળે તે માટે આમ આદમી પાર્ટીના નેતાએ આ હુમલો વખોડી કાઢી સરકાર સામે નિશાન સાધ્યું હતું.