ગુજરાતીઓ હવામાન વિભાગનું સાંભળી લેજો, આગામી 5 દિવસ મેઘો મંડાશે, જાણો ક્યા વિસ્તારમાં કેટલો ખાબકશે

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News : રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ  જોવા મળી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે વધુ એકવાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 85 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.  આગામી પાંચ દિવસ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે વલસાડ, તાપી, ડાંગ, અમદાવાદ તેમજ સુરત, નવસારી, નર્મદા, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર તેમજ દાહોદ, મહીસાગર, મહેસાણા,પંચમહાલ,  ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ગાંધીનગર, પાટણમાં તેમજ બનાસકાંઠા, ભાવનગર,  સાબરકાંઠા, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

2 ઓગસ્ટે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર તેમજ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 ઓગસ્ટે વલસાડ,  ડાંગ, સુરત, નર્મદા, નવસારી, ભરૂચ, તાપી, વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

હું આવા બળાત્કારના કલંક સાથે જીવી ન શકું… ફેસબૂક પર લાઈવ થઈને ભાજપના નેતાએ ઝેર ખાતા હાહાકાર

શું ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનીને નરેન્દ્ર મોદી નહેરુની બરાબરી કરશે? સર્વેમાં આવ્યા ચોંકાવનારા આંકડા

મોંઘાદાટ સફરજન નદીમાં ફેંકવામાં આવી રહ્યા છે… વીડિયો શેર કરી BJPએ રાહુલ ગાંધી પર આકરો પ્રહાર કર્યો

4 ઓગસ્ટે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 5 ઓગસ્ટના વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા,  અરવલ્લી, છોટાઉદેપુર, સાબરકાંઠા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે.

 


Share this Article