અષાઢી બીજના રોજ એક તરફથી ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથયાત્રા નીકળી હતી તો બીજી તરફ રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લાના ૧૦ જેટલા તાલુકામાં મેઘરાજાની મેઘયાત્રા નીકળી હતી. રાજકોટ જિલ્લાના લોધિકા, પડધરી, સરધાર અને ગોંડલ તાલુકામાં મોટાભાગના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ રાજકોટના ગ્રામ્ય પંથકોમાં બે જેટલા અણ બનાવો બન્યા હોવાનું સામે આવ્યું હતું. જાેકે, એક બનાવમાં સાત લોકોનો ચમત્કારિક બચાવ થયો હોવાનું સામે આવ્યું છે.
જ્યારે કે બીજા બનાવમાં બે સગા ભાઈનાં મોતની નીપજયા હોવાનું સામે આવ્યું છે. જાણવા મળતી વિગતો અનુસાર બંને ભાઈઓ મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના ગ્રામ્ય પંથકમાં બે ભાઈઓના પાણી ભરેલા ખાડામાં નાહવા પડતા ડૂબી જવાથી મોત નીપજ્યા છે. શુક્રવારના રોજ માતાપિતા બાંધકામની સાઈટ પર કડિયા કામ કરી રહ્યા હતા, આ સમયે બંને ભાઈઓ બાંધકામની સાઈટ પરથી નીકળી ગયા હતા.
રસ્તામાં વરસાદી પાણીથી ભરાઈ રહેલા ખાડામાં બંને ભાઈઓ નહાવા માટે પડ્યા હતા. આ દરમિયાન ડૂબી જવાથી બંનેનાં મૃત્યું થયા હતા. સાંજે બંને બાળકો બાંધકામ સાઈટ પર પરત ન ફરતા માતા-પિતાએ શાપર વેરાવળ પોલીસને જાણ કરી હતી. શોધખોળ દરમિયાન વરસાદી પાણી ભરેલા ખાડામાંથી બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બંને બાળકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.
પાંચ વર્ષના અર્જુન અને નવ વર્ષના અશ્વિનનું ડૂબી જવાથી મોત નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ જાેવા મળ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે આઠ ઇંચ વરસાદ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં પડ્યો હતો. શનિવારે સવારે છ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪ તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ૭૧ તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
૩૯ તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ એવા બે તાલુકા છે જ્યાં વરસાદ નોંધાયો નથી. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં સિઝનનો કુલ ૧૨.૦૩ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતના પલસાણામાં ૨૦૯ એમ.એમ, બનાસકાંઠાના દિયોદરમાં ૧૯૦ એમ.એમ., નવસારીના ખેરગામમાં ૧૪૪ એમ.એમ., સુરતના બારડોલીમાં ૧૨૫ એમ.એમ., ડીસામાં ૧૨૦ એમ.એમ., અમીરગઢમાં ૧૨૦ એમ.એમ., ઓલપાડમાં ૧૧૮ એમ.એમ., તાપીના ડોલવણમાં ૧૧૮ એમ.એમ.
સુરતના ચૌર્યાસીમાં ૧૧૭ એમ.એમ., લોધિકામાં ૧૧૫ એમ.એમ., વલસાડમાં ૧૧૨ એમ.એમ., પારડીમાં ૧૦૮ એમ.એમ., નવસારીમાં ૧૦૧ એમ.એમ. અને વાપીમાં ૧૦૦ એમ.એમ. વરસાદ પડ્યો હતો. ઝોન પ્રમાણે પડેલા વરસાદની વાત કરીએ તો કચ્છમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૬૦ એમ.એમ. સરેરાશ વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો ૪.૧૬ ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં ૨૪ કલાકમાં ૨૯.૭૧ એમ.એમ. સરેરાશ વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો ૮.૩૧ ટકા વરસાદ પડ્યો છે.
પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૨૪ કલાકમાં ૪.૦૯ એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો ૯.૦૪ ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ૨૪ કલાકમાં ૧૭.૮૯ એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ ૧૨.૯૬ ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ૨૪ કલાકમાં સરેરાશ ૫૧.૭૪ ટકા વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ ૧૫.૨૪ ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યારસુધી સરેરાશ ૧૦૨.૨૯ એમ.એમ. વરસાદ પડ્યો છે. રાજ્યમાં સિઝનનો કુલ ૧૨.૦૩ ટકા વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી મેઘરાજાએ રાજ્ય પર મહેર કરી છે.
શુક્રવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદી માહોલ હતો. આ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડવાને કારણે અહીં રસ્તાઓ પર જ નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. બીજી તરફ રસ્તાઓ પર વહેતા પાણીમાં અમુક વાહનો પણ તણાયા હતા. ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે શુક્રવારે જ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપી છે.
બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. છેલ્લા બે દિવસથી મેઘરાજાએ રાજ્ય પર મહેર કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદી માહોલ હતો. આ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડવાને કારણે અહીં રસ્તાઓ પર જ નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. બીજી તરફ રસ્તાઓ પર વહેતા પાણીમાં અમુક વાહનો પણ તણાયા હતા.
ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે શુક્રવારે જ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપી છે. ધોધમાર વરસાદને પગલે ગલીઓ અને સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને વાહન ચાલકોને મુશ્કેલી નડી હતી. જિલ્લાના અનેક વિસ્તારોમાં શુક્રવારે વરસાદ પડ્યો હતો.
આજે એટલે કે શનિવારે સવારે પણ અંબાજીમાં વરસાદ નોંધાયો છે. મળતી માહિતી પ્રમાણે શુક્રવારે સાંજથી જ અંબાજીમાં વરસાદ શરૂ થયો હતો. સિઝનનો પ્રથમ વરસાદ હોવાથી વેપારીઓ અને ધંધાદારીઓએ કામકાજ વહેલા આટોપી લીધું હતં. શહેરમાં સિઝનનો પ્રથમ વરસાદ જ વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો હતો. રાત્રે અંદાજે બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. બીજી તરફ વરસાદને પગલે રસ્તાઓ પણ જાણે કે મોટી નદીએ વહેતી હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા હતા. આજે એટલે કે શનિવારે પણ અંબાજીમાં વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.