પાલનપુર: બનાસકાંઠા સહિત રાજસ્થાનના આબુરોડ અને માઉન્ટ આબુમાં રવિવારની સમી સાંજે વરસાદનું આગમ થતા લોકોએ અશાંકી ગરમીથી રાહત મેળવી હતી. જોકે પાલનપુર અને અમીરગઢમાં વરસાદી છાટા પડ્યા હતા.
ઉકળાટ અને બફારા બાદ સમી સાંજે કાળા ડીમાંગ વાદળો વચ્ચે ધૂળની ડમરીઓ ઉડી હતી અને ત્યાર બાદ વાતાવરણ માં પલટો આવ્યો હતો.
આબુરોડ-માઉન્ટ આબુમાં વરસાદી ઝાપટું જ્યારે અમીરગઢ માં અમી છાટા પડ્યા હતા જોકે વરસાદ ને લઈ લોકો માં આનંદ છવાયો છે.
અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા કેટલાક સમયથી ગરમીથી લોકો શેકાઈ રહ્યા હતા અને હવામાનવિભાગદ્વારા વહેલા વરસાદ ની આગાહી આપવામાં આવી હતી