અંબાજી, પ્રહલાદ પૂજારી: ઉફ આ ગરમી અને બફારા વચ્ચે વરસાદ નું ટીપુંય પડે તો લોકો નું મન પફુલ્લિત થઈ જાય છે પરંતુ જ્યારે વરસાદ અને વાવાઝોડા ને લીધે વિનાશ સર્જાય ત્યારે લોકો ની સુ દશા થાય છે તે માત્ર કલ્પના કરવા ની રહી.
તેવુજ કઈક બનાસકાંઠા ના આદિવાસી વિસ્તાર ધરાવતા દાંતા પંથક માં સર્જાયું છે. બનાસકાંઠા જિલ્લા માં આદિવાસી વિસ્તાર ધરાવતા દાંતા પંથક માં દિવસ ભર ઉકળાટ અને બફારા થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
જોકે બપોર બાદ આકાશ માં કાળા ડીમાંગ સાથે વાદળો ગોરભાઈ આવતા લોકો ને વરસાદ ની આશા સાથે વાતાવરણ માં ઠંડક પહોંચવા ની આશા હતી.
વાવાઝોડા એ વિનાશ વેરતા લોકોએ ઠંડક સાથે મહેનત અને મોંઘવારી ની માર વચ્ચે ખર્ચ વધી ગયો છે.
દાંતા પંથક માં વાવાઝોડા સાથે વરસાદ ની એન્ટ્રી થઈ છે જેમાં વાવાઝોડા ના વંટોળે વૃક્ષો સહિત વીજ પોલ થરાશાઈ થયા હતા તે ઉપરાંત લોકો ના ઘરો ના પતરા હવા માં ફગોળાઈ ગયા હતા.
જેના લીધે લોકો એ લાખો નું નુકશાન વેઠવા નો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે,વરસાદ અને વાવાઝોડા ના લીધે કેટલાક ખેડૂતો ના ખેતર માં લહેરાતો બાજરી,મગફળી ના પાક ને પણ નુકશાન થવા ની ભીતિ સેવાઇ રહી છે.