ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી દીધી છે. આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં 13 તારીખના રોજ વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ સાથે ડાંગ, નર્મદા અને ભરૂચમા મેઘરાજા જોરદાર ધબધબાટી બોલાવશે અને આગામી 4 દિવસ હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે.
બીજી તરફ અંબાલાલ પટેલે પણ રાજ્યમા વરસાદને લઈને આગાહી કરી દીધી છે. તેમણે કહ્યુ છે કે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે આવનારા દિવસોમાં ભારેથી અતિભારે લાવશે. આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ ખાબકશે. ઉત્તર-મધ્યમ ગુજરાતમાં તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટૃના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં તોફાની માહોલ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદ અને મુંબઈના ભાગોમાં 10 ઈંચથી વધુ પડે તેવી શક્યતા છે.
*જાણો કયા દિવસે કયા જિલ્લાઓને ધમરોળશે મેધરાજા:
12 સપ્ટેમ્બર: સુરત નર્મદામાં અતિ ભારે વરસાદ, વડોદરા ભરૂચ નવસારી તાપી વલસાડ પોરબંદર જુનાગઢમા વરસાદ, અમરેલી અને ભાવનગરમાં છુટોછવાયો ભારે વરસાદ જોવા મળશે.
13 સપ્ટેમ્બર: વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ, અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલીમાં છુટોછવાયો ભારે વરસાદ નોંધાશે.
14 સપ્ટેમ્બર: સુરત નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદ, અમદાવાદ, ખેડા, આણંદ ,વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છુટોછવાયો ભારે વરસાદ જોવા મળશે.
15 સપ્ટેમ્બર: તાપી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી અને વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને નવસારીમાં છુટોછવાયો ભારે વરસાદ ખાબકી શકે છે.