Gujarat News : શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પરિવારના વડીલોની હાજરી વગર ડેમના પાણીમાં ન્હાવા પહોંચેલા પિતરાઈ ભાઈ બહેનોમાંથી (cousins sisters) 2 જેટલી પિતરાઈ બહેનોના ડેમના પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યા છે. ત્યારે કુટુંબની બે જેટલી દીકરીઓના મૃત્યુ થતાં પરિવારમાં હાલ જાણે કે શોકનું મોજુ ફરી વળ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, રક્ષાબંધન પૂર્વે જ બે બહેનોને ગુમાવવાનો વારો આવ્યો છે.
રાજકોટ શહેરના આજીડેમમાંથી (Ajidem) બે તરુણીના મૃતદેહ મળી આવ્યા હતા. આજી ડેમ ચોકડી પાસે આવેલી રવિવારી બજારના પારાની પાછળના ભાગે બે જેટલી તરુણીઓ ડૂબી ગઈ હોવાની જાણ કંટ્રોલ રૂમને થઈ હતી. બનાવ બાબતની જાણ થતા બેડીપરા ફાઈર સ્ટાફ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી તરુણીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે શોધખોળ કરતા મુમતાઝ પરિહાર (ઉવ.12) અને હીર પરિહાર (ઉવ.14)ના મૃતદેહ મળી આવ્યા હતા. બંને તરુણીઓની લાશને બહાર કાઢવામાં આવતા 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા બંને તરુણીઓને મૃત જાહેર કરવામાં આવી હતી.
આ બનાવ અંગે આજીડેમ પોલીસ દ્વારા બંને તરુણીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંને તરુણીની લાશને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. પીએસઆઇ એમ.ડી. લોખિલના જણાવ્યા પ્રમાણે, બંને તરુણી કૌટુંબિક બહેન છે. આજરોજ બપોર બાદ કૌટુંબિક સાત જેટલા ભાઈઓ બહેનો આજીડેમ ન્હાવા ગયા હતા.
30,000 કરોડ સ્વાહા… મુકેશ અંબાણીની કંપનીએ અણધાર્યું નુકસાન કર્યું, જાણો કેમ આટલો મસમોટો ખાડો પડ્યો??
એક દિવસના જ વધારા બાદ આજે ફરીથી સોનાના ભાવમાં મોટો ઘટાડો, ખરીદનારા કૂદકા મારવા લાગ્યાં
જેમાં ત્રણ તરુણી તેમજ ચાર તરુણનો સમાવેશ થાય છે. મૃત હાલતમાં મળી આવેલા બંને તરુણી ન્હાતા ન્હાતા પાણીમાં આગળ જતી રહી હતી. જેના કારણે તેઓ ડૂબી જતા તેમનું મૃત્યુ થયું છે. મૃતક બંને તરુણી ગોંડલ રોડ પાસે આવેલી સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ પરિવાર સાથે રહેતી હોવાનું પણ સામે આવ્યું છે. આ બનાવ સંદર્ભે મૃતકોના માતા-પિતાને જાણ કરવામાં આવી છે.