સામાન્ય રીતે આપણે દીકરીઓની સુરક્ષાની વાત કરતાં હોઈએ છીએ, પરંતુ આજે રાજરોટમાં જે ઘટના બની એમાં દીકરાની સુરક્ષા પણ સવાલો ઉભા થયા છે. કારણ કે રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થીઓએ ભેગાં થઇને એક વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે જેના કારણે સમગ્ર રાજ્યમાં હોબાળો મચી ગયો છે. હવે આ 5 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વિગતો મળી રહી છે કે આ વિદ્યાર્થીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે 3 વિદ્યાર્થીઓની અટકાયત કરી છે જ્યારે 2 વિદ્યાર્થીઓ ફરાર થઇ ગયા છે. છાત્રને 3 વિકલ્પો આપી આ લોકોએ વિદ્યાર્થીનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ પણ કર્યો છે. યુનિવર્સિટીના દબાણના કારણે પરિવાર મીડિયા સામે કશું જ બોલવા તૈયાર નથી.
જો કે યુનિવર્સિટીમાં અગાઉ પણ વિદ્યાર્થીનો આપત્તિજનક વીડિયો વાયરલ થયો હતો. અગાઉ પણ સોશિયલ મીડિયામાં યુનિવર્સિટીમાંથી કેટલાક બિભત્સ વીડિયો વાયરલ થયા હતા. જેમાં એક વીડિયોમાં એક વિદ્યાર્થિની એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં આલિંગન આપી રહી હોય તે પ્રકારના દ્રશ્યો કોઇએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. ત્યારે હવે ફરીથી આ ઘટના વાયરલ થતાં યુનિ. પર લાંછન લાગ્યું છે.