રાજકોટમાં શુક્રવારે મોડી રાત્રે એક ઘટના સામે આવી છે કે માધાપર ચોકડી પાસે વાહન અથડાતા યુવકે કાર ચાલકને માર માર્યો હતો. જેના લીધે તેના પર 5 લોકોએ હુમલો કર્યો હતો. સાથે જ રિવોલ્વર તાકી હવામાં ફાયરિંગ કર્યું હતું. જો કે હાલમાં સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને ગાંધીગ્રામ પોલીસે આર્મ્સ એક્ટ અને હત્યાના પ્રયાસની કલમો દાખલ કરી યુવકની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં પૂર્વ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આડેધડ આપેલા લાઇસન્સથી સામન્ય પ્રજા પરેશાન થઈ હોવાની પણ એક વાત સામે આવી રહી છે.
ફરિયાદી યુવક વિશે વાત કરીએ તો એનું નામ સતીશ ઉર્ફે હરેશ રાઠોડ છે અને તેણે આક્ષેપ એવો લગાવ્યો છે કે, આરોપીઓએ હવામાં રિવોલ્વરના 4 રાઉન્ડ ચલાવ્યા. હું ઘરે જતો હતો તે દરમ્યાન રોંગ સાઇડથી આવતા છોટા હાથી વાહન સાથે અથડાઈ અને પછી માથાકૂટ થઈ. જેના કારણે સચિન બાબરીયા , દીપક બાબરીયા, યુવરાજસિંહ ચુડાસમા, બ્રીજરાજસિંહ ચુડાસમા, વીરભદ્રસિંહ જાડેજા સહિત 5 જેટલા શખ્સો આવ્યા અને હરેશ રાઠોડને ઢોર માર માર્યો હતો. હાલ ઘવાયેલ યુવકને માથામાં ગંભીર ઇજા થતાં હાલ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો છે. જેમાંથી યુવરાજસિંહ ચુડાસમાએ યુવકને રિવોલ્વરથી માથામાં માર મારતાં યુવક ભાગવા લાગતા તેના પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું.