Rajkot News: રાજકોટના એક શોપિંગ મોલના TRP ગેમિંગ ઝોનમાં શનિવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 12 બાળકો સહિત ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા હતા. આ ભયાનક ઘટનાને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, જે સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કરે છે. જે માહિતી બહાર આવી રહી છે તેના પરથી લાગે છે કે આ ગેમિંગ ઝોનના માલિકોએ તમામ નિયમો અને નિતીને ધ્યાનમાં રાખ્યા નહોતા.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેમિંગ ઝોન પાસે કોઈપણ પ્રકારનું લાઇસન્સ નથી. ફાયર સેફ્ટી માટે કોઈપણ પ્રકારની એનઓસી લીધા વગર ગેમ ઝોન ચાલી રહ્યો હતો. આ ગેમિંગ ઝોનમાં અંદાજે 1000 થી 1500 લિટર પેટ્રોલ અને 1500 થી 2000 લિટર ડીઝલ રાખવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે.
વેલ્ડીંગ સ્પાર્કના કારણે આગ
આ ડીઝલ જનરેટરમાં વાપરવાનું હતું, જ્યારે ગો-કાર્ટ માટે પેટ્રોલ રાખવામાં આવ્યું હતું. ત્યાં ગેમઝોનના શેડમાં પણ વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ વેલ્ડીંગમાંથી નીકળેલી સ્પાર્કને કારણે આગ લાગી હતી અને આટલી મોટી માત્રામાં પેટ્રોલ અને ડીઝલના કારણે તે ભડકી ઉઠી હતી.
જેના કારણે આગમાં 35 લોકો દાઝી ગયા હતા. કેટલાક મૃતદેહો આગમાં સળગી જવાના કારણે ઓળખી શકાયા નથી. આવી સ્થિતિમાં ડીએનએના આધારે મૃતદેહોની ઓળખ કરવામાં આવશે અને આ માટે મૃતકોના સંબંધીઓના ડીએનએ સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
માલિક-મેનેજર સહિત 10ની ધરપકડ
રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે SITની રચના કરી છે અને દોષિતો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. આ કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 10 જેટલા લોકોની અટકાયત કરી છે. જેમાં ગેમ ઝોનના ત્રણ માલિક યુવરાજસિંહ સોલંકી અને બે મેનેજર યજ્ઞેશ પાઠક અને નીતિન જૈનનો સમાવેશ થાય છે.
પાંચ દિવસ સુધી આકરી ગરમી, પછી મળશે રાહત, મેઘરાજા હાશકારો અપાવશે.. જાણો IMDનું નવું અપડેટ
દેશમાં ફરીથી કોરોનાએ ભરડો લીધો, અહીં 25000 કેસ, ગુજરાતમાં પણ આટલા, આરોગ્ય વિભાગે ચેતવણી આપી કે…
દિલીપ જોશી પર ખુરશી ફેંકી અને જેઠાલાલનો પિત્તો ગયો, આપી દીધી તારક મહેતા શો છોડવાની ધમકી, પછી…
આ ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે આ આદેશનું પાલન રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, ફાયર ઓફિસર, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા સંયુક્તપણે કરવાનું રહેશે. આ સિવાય રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.