રાજકોટમાં અસામાજિક તત્વોની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે. આ અંગેનો વીડિયો હવે વાઇરલ થયો છે જેમા જોઈ શકાય છે કે નશામા ધૂત બનેલ વ્યક્તિ પેટ્રોલ પંપ હંગામો મચાવી રહ્યો છે. આ ઘટના વિશે વિગતે વાત કરીએ તો બે યુવકોએ નશાની હાલતમાં પેટ્રોલ પંપ પર પહોંચયા હતા અને અહી સિગારેટ સળગાવી હતી. આ જોતા પેટ્રોલપંપના હાજરકર્મીઓએ તેમને રોઅક્યા ત્યારે તેઓ તેઓ છરી બતાવવા લાગ્યા.
વીડિયોમા જોઈ શકાય છે કે આ બન્ને યુવાનો કઈ રીતે દાદાગીરી શરૂ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ છરી બતાવનાર ગાયક કલાકાર છે. વીડિયોમાં મુજબ તે કર્મચારી સ્કૂટીમાં પેટ્રોલ રિફિલ કરી રહ્યો હતો અને યુવકે સિગરેટ સળગાવી. પોતાની જાત સાથે તે અનેક લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો હતો. હવે આ મામલો અહીના CCTVમા કેદ થઈ ગયો છે.