Rajkot News: રાજકોટ વાસીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. રોજ “અનડા’ઝ ડેન્ટલ ક્લિનિક એન્ડ આયુર્વેદ ક્લિનિક” નો ભવ્ય શુભારંભ, ૬૭, સિલ્વર અવેન્યુ, આત્મિય કોલેજની બાજુનો રોડ, સત્ય સાંઈ માર્ગ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે થયો છે. આ અત્યાધુનિક ક્લિનિકનો પ્રારંભ અમદાવાદની ખ્યાતનામ ડેન્ટલ કોલેજમાંથી રૂટ કેનાલ નિષ્ણાંતની ડિગ્રી પ્રાપ્ત કરનાર ડૉ. રાહિલ અનડા દ્વારા કરવામાં આવ્યો છે.
ક્લિનિકની આસપાસની વિશાળ અને સલામત પાર્કિંગ જગ્યા ક્લિનિકને આદર્શ ઈન્ફરાસ્ટ્રક્ચરની કેટેગરીમાં મૂકે છે. ક્લિનિક ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ છે. જેથી કોઈ પણ ઉંમરનાં દર્દી સરળતાથી આવ જાવ કરી શકે છે. તેટલું જ નહિ, વ્હીલચેર વાળા દર્દીને પણ વિશેષ અનુકૂળતા રહે છે.
અલ્ટ્રા મોર્ડન ઇનટીરીઅર વાળા આ ક્લિનિકમાં પ્રવેશતા જ અનોખી શાંતિ અને પોઝીટીવ ઊર્જાનો આહલાદ્ક એહસાસ થાય છે. ક્લિનિકનાં વિનમ્ર અને વિવેકી સ્ટાફને મળતાની સાથે જ દર્દી પોતાનું દર્દ વિસારે પાડી દે. આ નવીનતમ ક્લિનિક, દાંતની તમામ પ્રકારની સારવાર માટે અધ્યતન સાધનોથી સજ્જ છે. ડૉ રાહિલ દુઃખાવા વગરની સિંગલ સિટિંગ રુટ કેનાલ ટ્રીમેન્ટમાં માહિર છે. ડૉ. રાહિલ દ્વારા છેલ્લા એક વર્ષના ટૂંકા ગાળામાં ૧૫૦૦ થી વધુ પેઇનલેસ આર.સી.ટી. ( રૂટ કેનાલ ટ્રીમેન્ટ) કરવામાં આવી છે.
આ ક્લિનિકમાં જ તેમના માતુશ્રી અને શહેરનાં ખ્યાતનામ ડૉ. ભાવનાબેન અનડા આયુર્વેદ પ્રેક્ટિસ કરે છે. ડૉ. ભાવનાબેનનું નામ સંપૂર્ણ આયુર્વેદ પદ્ધતિ થી વેઇટ મેનેજમેન્ટ માટે દેશ વિદેશમાં વિખ્યાત છે. બહોળો ચાહક વર્ગ ધરાવતા ડૉ. ભાવનાબેનનાં આશીર્વાદ પોતાના સુપુત્ર ડૉ. રાહિલ પર સતત વરસી રહ્યા છે.
ડૉ. રાહિલ પોતાના ક્ષેત્રમાં હજુ વધુ ને વધુ આગળ વધે તેવી શુભેચ્છાઓ આપવા માટે રવિવારના દિવસે શહેરનાં અનેક ખ્યાતનામ તબીબો,ચાર્ટડ એાઉન્ટન્ટ્સ, એન્જિનિયરો, ક્લોથ મરચન્ટ એસોસિયેશનનાં હોદેદારો, વિવિધ જ્ઞાતિનાં અગ્રણીઓ, શિક્ષણ ક્ષેત્રનાં દિગ્ગજો, પ્રોફેસરો,વડીલો, સગા- સંબંધી અને મિત્રો મોટી સંખ્યામાં ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
ભૂપત ભાયાણી APPને અલવિદા કહીને કરશે કેસરિયા! લોકસભા પહેલા ગુજરાતમાં મોટી હલચલનો તખ્તો ઘડાયો!!
ડૉ. રાહિલે પોતાના દાદા તુલસીદાસ અનડાની સ્મૃતિ માં દર અઠવાડિયે બુધવારનાં દિવસે “અનડા’ઝ” ક્લિનિક પર સંપૂર્ણ મફત ડેન્ટલ ચેક-અપ કરી આપશે તેવો નિર્ધાર કરેલ છે. આ સગવડનો લાભ લેવા ડૉ. રાહિલનો મોબાઇલ નંબર 9328694550 પર સંપર્ક કરવો અથવા દર બુધવારનાં દિવસે કિલનિક પર રૂબરૂ જવું.