ભારતમાં ચારેકોર મોંઘવારીએ માઝા મૂકી દીધી છે અને લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. કપાસ મગફળી સહિતના ખેત પાકોની માર્કેટમાં અછતના કારણે ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. એ જ રીતે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો જઇ રહયો છે. મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. ત્યારે હવે લગ્નનની સિઝન શરુ થતાની સાથે જ ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો થયો છે. જેમાં સીંગતેલમાં 10 દિવસોમાં 75 રૂપિયાનો વધારો થયો છે. તેથી 2730નો રૂપિયાનો ડબો થયો છે. તેમજ કપાસ તેલમાં 10 દિવસોમાં 50 રૂપિયા વધ્યા છે. તેથી 2725 રૂપિયાનો ડબો થયો થયો છે. તથા પામોલીન તેલામાં 10 દિવસોમાં 50 રૂપિયા વધ્યા છે. તેથી 2470 રૂપિયાનો ડબો થયો છે.
તો બીજી તરફ દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ લોકોને આર્થિક સંકટમાં મુકી દીધા છે. મોંઘવારીના માર વચ્ચે ખાદ્યતેલમાં અછત સર્જાતા રાજકોટમાં સતત ભાવ વધારો યથાવત રહ્યો છે. એક તરફ રશિયા-યૂક્રેન યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો થઇ રહ્યો હોવાનું મનાય છે. વેપારીઓનું કહેવું છે કે બજારમાં કાચા માલની મળતર નથી અને સંગ્રહખોરો તકનો લાભ લઇ રહ્યા છે. બજારમાં જૂના ભાવે ખરીદેલો માલ પૂરો થઇ ગયો છે અને નવા ભાવની ખરીદી હોવાથી નવા ભાવ લાગુ થયા હોવાનું જણાવે છે.