RAJKOT NEWS: વંદે ભારત ટ્રેન કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે જ છે. ક્યારેક પશુઓના અથડાવાને લઈ તો ક્યારેય બંધ થઈ જવાની ઘટનાને લઈ. ત્યારે હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટમાં વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટના બની છે. મોડી રાતે 9 વાગ્યાની આસપાસ રાજકોટ નજીક બિલેશ્વર સ્ટેશન પાસેથી પસાર થતી વંદેભારત ટ્રેન પર કોઈ અસામાજીક તત્વો દ્વારા પથ્થર કરવામાં આવ્યો હતો. પથ્થર ફેંકી વંદે ભારત ટ્રેનના કાચને નુકશાન પહોંચાડ્યું હોવાની વાતો પણ સામે આવી રહી છે
સૌથી મોટી અને ચોંકાવનારી વિગત તો એ છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે વંદેભારત ટ્રેનમાં સફર કરી રહ્યા હતા એ જ ટ્રેનમાં પથ્થરમારો થયો છે. સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જે વિગતો બહાર આવી રહી છે એ પ્રમાણે વાત કરીએ તો રાજકોટના બિલેશ્વર સ્ટેશનની નજીકમાં જ આ પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટના રાત્રે બની હતી. પથ્થરમારાને કારણે ટ્રેનમાં કાચ પણ તૂટી ગયો હોવાની વિગતો સામે આવી રહી છે. જોકે સારી વાત એ છે કે કોઈ માણસ કે ટ્રેનને બીજી મોટી હાનિ પહોંચી નથી.
જે વિસ્તારમાં આવી ઘટના બની છે એ વિસ્તાર વિશે પણ માહિતી સામે આવી રહી છે કે ત્યાં ઘણી બધી ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. ઘણી વખત આ વિસ્તારના બાળકો પથ્થરો ફેંકતા હોઈ છે જેને લઈને જાગૃતતા માટે પણ અભિયાન ચલાવાવામાં આવે છે. હાલ ટીમો તપાસ કરે છે અને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.