જ્યારે રાજકોટમાં 7 ડિસેમ્બરના રોજ ‘રાણો રાણાની રીતે’ ફેમ લોકકલાકાર દેવાયત ખવડ સહિત બે શખસે બિલ્ડર પર પાઇપથી હિચકારો હુમલો કર્યો ત્યારે આખા રાજ્યમાં દેવાયત જ ચર્ચામાં હતો. આ ઘટનામાં પોલીસ ફરિયાદમાં દેવાયત ખવડ છેલ્લા 10 દિવસથી કલાકાર ફરાર છે. પોલીસ પકડથી દૂર રહ્યો અને હવે આજે હુમલાનો ભોગ બનેલા બિલ્ડર મયૂરસિંહ રાણાએ સીધી જ PMOમાં લેખિત ફરિયાદ કરતા દેવાયત ખવડ પોપટન જેમ પટ પટ થતો હાજર થઈ ગયો હતો. ત્યારે લોકોએ પૂછ્યું કે તમારું શું કહેવું છે તો દેવાયતે હજુ પણ ગુનો કબુલ્યા વગર સમય આવશે ત્યારે જવાબ આપીશ એવું જ કહ્યું હતું અને બીજું કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.
અત્યારે જે પણ ઘટના સામે આવી રહી છે એમાં એ જ વસ્તુ દેખાઈ રહી છે કે દેવાયત જ આરોપી છે. છતાં પણ હાલમાં કંઈ માહિતી બહાર આવી રહી નથી અને દેવાયત એવું જ કહી રહ્યો છે કે સમય આવે ત્યારે જવાબ આપીશ. ત્યારે લોકો કહી રહ્યા છે કે હવે સમયે જવાબ આપવા જેવું છે શું, દેખીતી રીતે જ વાંક છે અને વીડિયોમાં પણ એ જ સબુતિ છે કે દેવાયતનો વાંક છે.
છેલ્લા 8 દિવસથી એક મુદ્દો ભારે ગાજી રહ્યો છે. પરંતુ તેનું કોઈ સમાધાન આવ્યું નથી. રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતે લાકડી વડે હુમલો કર્યો હતો અને યુવકને ગંભીર ઈજા પણ થઈ હતી. ત્યારપછી દેવાયત ખવડ ભાગી ગયો છે અને ફરાર છે. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડ 8 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે. દેવાયત ખવડ અને પોલીસ પોલીસકર્મીઓ વચ્ચે સાઠગાંઠ હોવાના પણ આ દિવસોમાં આક્ષેપો થઈ રહ્યા છે. એવામાં આ મામલે DCP ઝોન-2 સુધીરકુમાર દેસાઈનું નિવેદન સામે આવ્યું છે અને ખળભળાટ મચી ગયો છે.
DCP ઝોન-2 સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું કે, પીડિતના પરિવારજનો આજે રજૂઆત માટે આવ્યા હતા. આ દરમિયાન અત્યાર સુધીમાં આરોપીને પકડવા માટે જે કંઈ કામગીરી કરવામાં આવી છે, પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. તે અંગે તેમને(પીડિતના પરિવારને) માહિતગાર કરવા આવ્યા હતા. સાથે જ આગળની પોલીસ દ્વારા કરવામાં આવનાર કાર્યવાહીની પણ તેઓને સમજ આપવામાં આવી છે. પીડિતના પરિવારની રજૂઆત છે તેની નોંધ લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. તો વળી આરોપીના ઠેકાણા પર પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસે તેમના લાગતાવળગતા લોકોના નિવેદન પણ નોંધ્યા છે. હાલ ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ પોલીસ આરોપી પકડવા માટે પ્રયત્નશીલ છે.