રાજકોટ શહેરમાં પતિ પત્ની ઔર વો નો એક ખૌફનાક કિસ્સો સામે આવ્યો છે. પત્ની પોતાના પતિને તેની પ્રેમિકા સાથે જાેઈ જતા પત્ની અને તેના સાથી મિત્રોએ ચખાડ્યો પતિની પ્રેમિકાને મેથીપાક. તો સાથે જ પતિની પ્રેમિકાનું અપહરણ કરી તેને ઢોરમાર મારી તેના ગુપ્તાંગમાં મરચું ભરી દીધુ હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા માર મારવુ, જાનથી મારી નાખવાની ધમકી આપવી તેમજ હત્યાનો પ્રયાસ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુસ્લિમ યુવાન સાથે પ્રેમલગ્ન કરનાર મહિલાને ને એક વર્ષ પૂર્વે તેના પતિ મોહસીને ચાર સંતાનોની માતા સાથે નિકાવા ખાતે ઘર માંડયું હતું. પ્રેમ લગ્ન કર્યા બાદ પત્નીએ પોતાનું નામ મુસ્લિમ રાખ્યું હતું. ૧ વર્ષ પહેલા પત્ની અને સંતાનોને છોડીને મોહસીને ચાર સંતાનોની માતા એવી મહિલા સાથે ઘર માંડયું હતું. આ બાબતની જાણ મોહસીનની પત્ની ને થતા તેણે પોતાના પતિ સાથે ઝઘડો પણ કર્યો હતો. ત્યારે મંગળવારના રોજ નિકાવા ખાતેથી મોહસીન અને પ્રેમિકા પારેવડી ચોક ખાતે સાયકલ સ્ટોર્સ ની મુલાકાતે આવ્યા હતા.
જે બાબતની જાણ દીપ્તિ ઉર્ફે રુખશાર ને થતા તેણી પણ ત્યાં આવી પહોંચી હતી. ત્યારબાદ પતિની પ્રેમિકાને દરગાહમાં લઈ જઈ ઢોર માર માર્યો હતો. બાદમાં રીક્ષા કરી તેનું અપહરણ કરી પોતાની બહેન સાથે મળીને અવધ રોડ પર લઈ જઈ પતિની પ્રેમિકા ના હાથ બાંધી તેને વધુ માર માર્યો હતો. માર માર્યા બાદ બંને બહેનોએ પતિની પ્રેમિકાના ગુપ્તાંગ માં મરચું ભરી દીધું હતું.
સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પી.એસ.આઈ કે.કે જાડેજા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ૧૦૮ મારફત ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં મામલતદાર દ્વારા મહિલાનું ડીડી નોંધવામાં આવ્યું હતું. પીડિતાની ફરિયાદ પરથી લોધિકા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી મોહસીનની પત્ની તેમજ તેની બહેનની ધરપકડ કરી છે.