આશિષ પરમાર ( ગોંડલ ): રાજ્યના છેવાડાના માણસોની નાની – નાની સમસ્યાઓનું સ્થળ ઉપર નિવારણ થાય તે માટે રાજ્ય સરકારે સેવા સેતુ કાર્યક્રમ રૂપી મહા અભિયાન સમગ્ર રાજ્યમાં આરંભ્યું છે.
જેના પ્રથમ તબક્કામાં અઢી માસના સમયમાં ૧૮૦૦ કાર્યક્રમો થકી રાજ્યના ૩૫ લાખ લોકોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું છે. ત્યારે એ જ અરસામાં ગોંડલમાં પણ સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને લોકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં ગોંડલ નગરપાલિકા પ્રમુખ – ભાવનાબેન રૈયાણી , ઉપપ્રમુખ ગોતમભાઈ સિંધવ, ચીફ ઓફિસર એ.જે વ્યાસ, ઓમદેવસિંહ જાડેજા (કારોબારી ચેરમેન) , તેમજ મામલતદાર કચેરી વિભાગ થી બી.બી શિલુ (નાયબ મામલતદાર) , વાય. ડી ગોહિલ (સર્કલ ઓફિસર ગોંડલ શહેર) , ઓપરેટર જયદીપ માંડલિયા, સાથે કુલદીપ ચૌહાણ તેમજ રાજ દવેએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
સેવા સેતુ કાર્યક્રમ એ પારદર્શક વહિવટ અને ભ્રષ્ટાચાર મૂક્ત શાસન વ્યવસ્થાનું ઊત્તમ ઉદાહરણ બન્યા છે. આ કાર્યક્રમ દ્વ્રારા છેવાડા વિસ્તારના ગરીબ લોકોનો હાથ પકડીને સંવેદનશીલતા સાથે તેમના પ્રશ્નો – સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમની સાથે લોકોના આરોગ્ય ચકાસણીનું કાર્ય પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. મનુષ્યના આરોગ્યની સાથે પશુઓના આરોગ્યની ચિંતા પણ રાજ્ય સરકાર કરી રહી છે.
રાજ્યમાં ગૌ હત્યા અને ગૌ – માસ વેંચનારા માટે કડક કાયદાઓની સાથે દારૂબંધીના કાયદા કડક બનાવીને સરકારે નવી પેઢી દારૂના નશામાં ધકેલાય નહી તે માટેંનું કાર્ય કર્યું છે.