આશિષ પરમાર ( ગોંડલ ): તા:૨૧/૭/૨૨ ગુરુવાર ના રોજ ગુજરાત રાજય ભાજપ પ્રદેશ અધ્યક્ષ માનનીય સી.આર.પાટીલ સાહેબ માર્કેટિંગ યાર્ડ ખાતે આવવાના હોય ત્યારે ગોંડલ શહેર અલગ અલગ વિસ્તારમાં ૭૩-યુવા ભાજપ અગ્રણી ગણેશભાઈ જયરાજસિંહ જાડેજા તેમજ સમીરભાઈ કોટડીયા સાથે મળી વિસ્તારના લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
લોકોએ મોટી સંખ્યામાં હોંશે હોંશે આવવાની ખાત્રી આપી હતી. વિસ્તાર ના લોકો હોદેદારો, કાર્યકતાઓ, તેમજ શહેર તેમજ તાલુકા ની જનતા જનાર્દન ને જાહેર સભા તેમજ ભવ્ય બાઇક રેલી માં બપોરે ૪:૦૦ વછેરાના વાળાથી માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં જોડાવાનું ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું. ગોંડલ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના સુપત્ર જ્યોતિરાદીત્યસિંહ જયરાજસિંહ જાડેજા પણ હાજર હતા.