લઠ્ઠાકાંડ પણ જે રીતે અલગ અલગ દારુના કિસ્સા સામે આવી રહ્યા છે એ જોઈને એવું લાગતું નથી કે ગુજરાતમાં દારુબંધી શક્ય છે. કારણ કે લોકોને એક ઘટનામાંથી કે પછી લાલબત્તી સમાન કિસ્સામાંથી શીખવાની દાનત જ નથી, અને ઓછામાં પુરુ કે આજે રાજકોટથી એક ગજ્જબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં માત્ર 2 વર્ષના બાળકને જ દારુ પીવડાવવામાં આવ્યો છે. આમતો ગુજરાતમાં દારૂ બંધી છે પણ ખુલ્લે આમ દારૂ મળી રહ્યો છે. એટલું જ નહિ લોકો દારૂના નશામાં ભાન ભૂલી જે ન કરવાનું કરી બેસે છે.
રાજકોટના આ કિસ્સામાં સામે આવ્યું છે કે મકાન માલિકે બે વર્ષના બાળકને ઈંગ્લીશ દારૂ પીવડાવી દીધો છે. બાળક બેભાન થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરિવાર 10 દિવસ પહેલા ભાડે રહેવા આવ્યો હતો અને હવે મકાન માલિકે આ કરતૂત કરી જેનાથી રાજકોટવાસીઓ પણ ચોંકી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે બાળકના પિતાએ મકાન ભાડે રાખ્યું એના 10 દિવસ જેટલો સમય થયો છે અને મકાન મલિકની બંધ હોટલ શરૂ કરી અને પોતાના પરિવારનું પેટયું રડવા કામ શરૂ કર્યું હતું.
જો કે પરિવારને ક્યાં ખબર હતી મકાન માલિકને દારૂની લત છે. છતાં પણ પોતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં હતા. પણ રાત્રીના મકાન મલિકે જમવાનું બનાવવા કહ્યું અને બાળકની માતા રસોઈ કરે ત્યાં વનરાજ પાછળથી બાળકને દારુ પીવડાવતો હતો. પિતા જોઈ જતાં બાળકના મોઠે માંડેલો ગ્લાસ પાછો ખેંચી લીધો અને બાળકના શરીરે દારૂ ઠોળાઈ ગયો હતો. જોકે બાળક બેભાન થતા રાજકોટ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો છે. હવે પોલીસ તંત્ર પણ આ મામલે તપાસ હાથ ધરી કાર્યવાહી કરશે.