ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. નેતાઓ લોકોને નવા નવા વચનો આપી રહ્યા છે. ચૂટણીના આ માહોલ વચ્ચે મતદાન માટે લોક્કોમા જાગૃતિ ફેલાવવા માટે રાજકોટ કિન્નરો આગળ આવ્યા છે. કિન્નરો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ કિન્નરોને વિધાનસભાની ચૂંટણીમાં મતદારોમાં જાગૃતિ લાવવા માટે કલેક્ટર કચેરી દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામા આવ્યા છે.
રાજકોટમા કિન્નરો પોતાના આ અભિયાનમા લાગી ગયા છે. રસ્તા પર કિન્નરો રાહદારીઓ અને વાહન ચાલકોને મતદાન અંગે માહિતી આપી સમજાવતા જોવા મળ્યા હતા.
આ અંગે કલેક્ટર તંત્ર દ્વારા ડ્રોન અને વિડીયો કેમેરાથી ડોક્યુમેન્ટરી પણ બનાવવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ રાહ જાહેર રહી છે. 1. ડિસે અને 5 ડિસે. ગુજરાતની ચૂંટણી છે. 8 ડિસે. પરિણામ, 4 કરોડ 90 લાખ મતદારો, 182 ધારાસભ્યોને ચૂંટશે.
આ સાથે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.