રાજકોટમાં ગૃહિણીઓ માટે સારા સમાચાર સામે આવ્યાં છે. રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. રાજકોટમાં સીંગતેલના ભાવમાં માં બે દિવસમાં રૂ. ૪૦નો ઘટાડો થયો છે. ૧૫ દિવસમાં રૂ.૧૮૦ થી ૨૦૦ના વધારા બાદ સીંગતેલના ભાવમાં ઘટાડો થયો છે.
સિંગતેલનો નવો ડબ્બો રૂ. ૨૮૫૫ થી ૨૯૦૫માં વેંચાયો. સીંગતેલ સાથે કપાસિયા તેલના ભાવમાં પણ રૂ.૧૫નો ઘટાડો થયો. કપાસિયા તેલનો નવો ડબ્બો રૂ. ૨૪૫૦ થી ૨૫૦૦માં વેંચાયો.
તહેવાર પૂર્ણ થતાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો હતો. ખાદ્યતેલની બજાર ખુલતા જ સોંગતેલનો ડબ્બો ૨૮૦૦ થી ૨૮૫૦ ના ભાવે પહોંચ્યો હતો. સીંગતેલના ડબ્બે ૧૦ રૂપિયાનો વધારો થયો હતો. પામોઇલના ભાવમાં તોતિંગ રૂ.૧૬૫નો વધારો નોંધાયો હતો. તહેવારમાં કમાઈ લેવા પામઓઈલના ભાવ સટોડીયાઓએ ઘટવા ન દીધા.પામોઇલના ડબ્બાના ભાવ ૧૯૨૦ -૧૯૨૫ ના ભાવે વેંચાયા.