ગોંડલમા પટેલ સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. આ દરમિયાન અહી જયરાજસિંહ જાડેજાએ પણ હાજરી આપી હતી. જો કે, જયરાજસિંહ જાડેજાએ અહી વિરોધીઓ પર પ્રહાર કરવાનો મોકો છોડ્યો નહી. તેમણે કહ્યું કે, રીબડાના જેટલા મતદારો રાજકોટ છે તેઓ રીબડામાં દાખલ થઇ જાઓ. આ અમુક લોકો જે છે તે રાજ કરી રહ્યા છે તેમને હટાવવા છે. આઝાદીની પ્રથમ ઘટના છે કે રીબડાવાળા સામે લડ્યાને 200 મત મળ્યા હોય, રીબડાના જેટલા મતદારો રાજકોટ છે.
આગળ વાત કરતા જયરાજસિંહ જાડેજાએ લોકોને કહ્યુ કે તેઓએ રીબડામાં દાખલ થઇ જવુ જોઈએ. એટલે એ લોકોની ગાજરની પીપોડી બંધ થઈ જાય. હું રિબડાનો આભાર માનું છું કે મને 212 મત આપ્યા છે આ 200 મત 20 હજાર જેવા છે. ચૂટની અગાઉના દિવસોની વાત કરીએ તો ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદ થયો હતો. જો કે, બાદમા જયરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જૂથ વચ્ચે સમાધાન પણ થઈ ગયુ હતુ. આ પહેલા જયરાજસિંહ જુથ અને અનિરુદ્ધસિંહ જુથ વચ્ચે પરસ્પર ધમકીઓ અપાઈ હતી.