રાજકોટની એક મહિલાએ આત્મનિર્ભરનું શ્રેષ્ઠ ઉદાહરણ ઉભુ કર્યુ છે. રાજકોટના કાજલબેન રિક્ષા ચલાવી રહ્યા છે અને મહિને 11થી 12 હજાર રૂપિયા કમાઈને પોતનુ ગુજરાન ચલાવી રહ્યા છે. કાજલબેનને 4 વર્ષની દીકરી છે જેને ઘરે કોઈ સાચવે તેવું ન હોવાથી તેઓ તેને પોતાની સાથે રિક્ષામાં જ રાખે છે.
આ વિશે વાત કરતા કાજલબેન કહે છે કે મે ત્રણથી ચાર મહિનાથી રિક્ષા ચલાવવાનુ ચાલુ કર્યુ છે અને હુ લેડીઝ માટે રિક્ષા છું, હું નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ, આરકેસી સ્કૂલના ફેરા કરુ છે. મારા શેઠ નિલેશભાઈ કોઠારીએ મને રિક્ષા લેવામાં સહકાર કર્યો છે. હું પહેલા ઘરકામ કરતી હતી.
તેમણે વાત કરી કે દીકરી નાની છે તે સવારના સમયે સાથે ન હોય, તે સૂતી હોય છે. સવારે 9 વાગ્યે તે ઉઠે ત્યારે હું તેને તૈયાર કરી બાલમંદિરે મૂકી બે ઘરના કામ કરવા જાવ અને 12 વાગ્યે કામ પૂરૂ કરી તેને તેડી આવુ. આ પછી રિક્ષા ચલાવું અને મારી દીકરીને પણ સાથે રાખુ.
આગળ વાત કરતા કાજલબેને જણાવ્યું કે મારે સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. દીકરાનોને સ્કૂલે મૂકી પછી વિદ્યાર્થીઓને સ્કૂલ મૂકવા જાઉ. મારા પતિ પણ રિક્ષા ચલાવે છે. તેમણે કહ્યુ કે અન્ય મહિલાઓને પણ હુ નાનુ-મોટું કામ કરી આત્મનિર્ભર બનવા કહીશ. આજના જમાનામાં મહિલાઓ પુરૂષો સાથે ખભેખભો મીલાવીને કામ કરી રહી છે. મહિલાઓએ સમાજમાં પ્રેરણારૂપ દાખલો બેસાડવો જોઈએ.