આજના સમયમાં લોકો ગાડી લેતી વખતે તેના નંબર પર વિશેષ ધ્યાન આપે છે અને તેના માટે મોટી કિમત ચૂકવવા પણ તૈયાર હોય છે. આવો જ એક કિસ્સો ગોંડલથી સામે આવ્યો છે.
આ વિશે વિગતે વાત કરીએ તો ગોંડલના ખોડલધામ સોસાયટીમા રહેતા હડમતાળા ઇન્ડસ્ટ્રીઝના કૌશિક સોજીત્રાએ 42 લાખ રૂપિયાની fortuner ગાડી ખરીદી છે. કૌશિકભાઈ પોતાનો મનપસંદ નંબર લેવા માગતા હતા. આ માટે તેણે રાજકોટ સહિત ઘણી આરટીઓમા તપાસ કરી હતી પણ નવી સીરીઝ ન મળેઐ.
આ બાદ તેણે પોતાનો ચોઈસ નંબર લેવા માટે 10,21,000 રૂપિયા આરટીઓની અંદર બોલી લગાવવામાં આવી અને GJ 18 BR 0009 નંબર મળી ગયો. આ વિશે વાત કરતા કૌશિકભાઈ સોજીત્રાએ કહ્યુ કે નવ નંબર તેમના માટે ખૂબ જ લકી નંબર છે. મારો મનપસંદ નંબર લેવા માટે ગાંધીનગર આરટીઓની અંદર ત્રણ લોકો દ્વારા બિડિંગ કરવામાં આવ્યું હતું અને શુક્રવારના રાતના આરટીઓનો મેસેજ મળ્યો. આ બાદ સોમવારે રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી નમ્બર મેળવ્યો. ગયા વર્ષે તેઓએ નવા બુલેટ માટે પણ નવ નંબર જ લીધો હતો.