દેવાયત ખવડને લઈ ચારેકોરથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ધ્રાંગધ્રા તાલુકાના એંજાર અને કોંઢ ગામે લોક કલાકાર અને સાહિત્યકાર દેવાયત ખવડની તસવીરને સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. કેટલાક યુવાનાએ કડક કાર્યવાહીની માંગ સાથે આ વિરોધ નોંધાવ્યો હતો. ધ્રાંગધ્રા તાલુકાના અંજાર અને કોંઢ ગામે લોક કલાકાર અને સાહિત્યકાર દેવાયત ખવડની તસવીરને સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં જે યુવક પર ધોળા દિવસે હુમલો કરવામાં આવ્યો હતો એ ઘટનાનો વિરોધ નોંધાવી ક્ષત્રિય સમાજના યુવાનોએ દેવયત ખવડની તસવીર સળગાવી વિરોધ કર્યો હતો અને કડક સજા આપવાની માગ કરી હતી. તો સાથે જ ધાંગ્રધામાં કોઈપણ જગ્યાએ દેવાયત ખવડનો પ્રોગામ નહીં થાય એવી પણ ખાતરી આપી હતી. જો કોઈ તેને બૂક કરશે તો તેનો પ્રોગામ પણ થવા દેવામાં નહીં આવે એવી ચીમકી સાથે યુવાનો મેદાને ઉતર્યા હતા. હવે યુવાનોની એક જ માંગ છે કે તેને ઝડપી પકડી પાડવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે હાલમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. દેવાયતે તેના સાગરીતો સાથે મળી સર્વેશ્વર ચોકમાં બિલ્ડર યુવક પર ધોકા-પાઇપથી હુમલો કર્યો હતો અને 5 સેકન્ડમાં 16 ડંડા ફટકાર્યા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હવે ખવડ સામે ગુનો નોંધાતા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આ ઘટનાના 72 કલાક બાદ પણ દેવાયત ખવડ પોલીસની પકડથી દૂર છે. જ્યારે પોલીસની ટીમ તેના ઘરે પહોંચી, ત્યારે પોલીસને તેમના ઘરના મેઈન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. ત્યારે હવે રાજકોટ પોલીસની ટીમ તેના વતન મુળીદૂધઈ ગામે રવાના થઈ છે અને ત્યાંથી તેને શોધી કાઢવાનો પ્રયાસ કરશે એવી વિગતો સામે આવી રહી છે.
તો વળી વધારાની વાત એવી પણ જાણવા મળી રહી છે કે ઈજાગ્રસ્ત યુવકની માતાએ ક્ષત્રિય સમાજની બહેનો સાથે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે જંગી માત્રામાં પહોંચી હતી અને પોલીસ કમિશનર પાસે કડક કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી છે. આ મામલે ભોગબનનાર યુવક મયુરસિંહ રાણાની માતાએ વાત કરતાં જણાવ્યું હતું કે, દેવાયત ખવડને તેના કર્મોની સજા મળવી જોઈએ અને તેની ધરપકડ બાદ તેનું સરઘસ કાઢવું જોઈએ જેથી આ પ્રકારનો ગુનો બીજા કોઈ આચરે નહીં અને એક સંદેશ પણ જાય કે ગમે તેવો પ્રખ્યાત માણસ હોય પણ એેને કાયદા કાનુનની બીક હોવી જોઈએ.
દેવાયત ખવડ એટલે વિવાદનું બીજું નામ એમ કહીએ તો પણ ખોટું ન પડે, કારણ કે તે અનેક વાર અવનવા વિવાદમાં ઘેરાયેલા રહે છે. પહેલા તો શાબ્દિક પ્રહાર જ કરતા હતા અને અત્યારે ખુલ્લેઆમ દાદાગરી કરતા નજરે ચડ્યા છે. આ પહેલા પણ રાજપૂત અને આહિર સમાજની લાગણી દુભાયાની બે ઘટનામાં ખૉવડ પર ગુસ્સો હતો. જે બાદ તેમણે માફી માગતો વીડિયો પણ જાહેર કર્યો હતો. ત્યારે હવે દેવાયત ખવડ બરાબરના ભીંસમાં આવી ગયા છે. દેવાયત ખવડે રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર કારમાંથી ઉતરી ડંડા વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસમાં તેનો ગુનો નોંધાયો હતો. જે બાદ તપાસ માટે જ્યારે પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી તો કલાકાર ફરાર થઈ ગયા હતા.
જ્યારે પોલીસ તેમના ઘરે પહોંચી તો મેઈન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ હાલમાં સ્વીચ ઓફ આવી રહ્યો છે. ત્યારે હવે લોકો કહી રહ્યા છે કે રાણો રાણીની રીતે વાત કરતા દેવાયત ફરાર થઈ ગયા છે અને ડરપોલ સાબિત થયા છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી મયુરસિંહ રાણાએ પોતાની વાત કરી હતી કે આજથી એકાદ વર્ષ પૂર્વે દેવાયત ખવડની બાજુમાં રહેતા મારા મામાને ત્યાં પાર્કિંગ બાબતે એમની સાથે માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર હજુ પણ દેવાયત ખવડે રાખ્યો અને હવે એ અને બીજા એક ભાઈએ મારા પર હુમલો કર્યો હતો. જ્યારે કે અન્ય એક વ્યક્તિ કાર ચાલક તરીકે મદદગારીમાં હતો. સમગ્ર બનાવ બાદ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને હવે કલાકાર સાહેબ ફરાર થઈ ગયા છે.
હુમલા વિશે વાત કરીએ તો યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ ત્યા તાળુ મારેલું હતું અને દેવાયતનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે. આ સાથે બીજી એક વાત પણ સામે આવી રહી છે કે અરજીમાં જણાવ્યું હતું કે, તે મહિલાઓની છેડતી પણ કરે છે. અમે પોલીસમાં અનેક ફરિયાદ કરી પરંતુ દેવાયત ખવડ ગુજરાતનો લોકસાહીત્ય કલાકાર હોય, નામચીન વ્યકિત હોવાના કારણે પોલીસમાં પોતાની સારીએવી વગ ધરાવતો હોવાના કારણે કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં સામે આવીને ફરીયાદ કરતુ નથી અને તે કા૨ણે દેવાયત ખવડ આજે બેફામ બન્યો છે. સાથે જ ફરિયાદીએ વાત કરી કે સમાધાન બાદ દેવાયત ખવડ સમાધાનના થોડા સમય બાદ અમો જયારે અમારા કૌટુંબીક મામાના ઘરે જઈએ ત્યારે અમારી સાથે તોછડાઈ પૂર્વક વર્તન કર્યું હતું અને રીવોલ્વોર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે હવે દેવાયત ખવડ ચારેકોરથી વિવાદમાં ઘરેયેલો જોવા મળી રહ્યો છે.