ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 ની આજે શપથવિધિ યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંતી અમિત શાહ, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ અને હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના CM પ્રમોદ સાવંત, કર્ણાટકના CM બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના CM તેમજ ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં હાજર રહ્યા હતા. ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે શપથગ્રહણ કર્યા છે. ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. જોકે હવે આજે સાંજે નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી કરવામાં આવશે. ત્યારે કુંવરજી બાવળિયાનું નામ પણ કેબિનેટ મંત્રીમાં છે. તો આવો જાણી કુંવરજી બાવળિયાનું રિપોર્ટ કાર્ડ
ગુજરાત વિધાનસભા ચૂંટણીની 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની હોટ સીટ ગણાતી આ બેઠક પર વર્ષ 1995થી કુંવરજી બાવળિયાનો દબદબો રહ્યો છે વચ્ચે વર્ષ 2009 અને 2012 બાદ કરતા. આ બેઠક પર આ વખતે ચૂંટણી જંગમાં ભાજપે કુંવરજી બાવળીયાને તો કોંગ્રેસે ભોળા ગોહિલને અને આમ આદમી પાર્ટીએ તેજસ ગાજીપરાને રાજકીય મેદાનમાં ઉતાર્યા હતાં. સૌરાષ્ટ્રની જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીત થઈ છે.
આ બેઠક પર 1995થી 2017ની વાત કરીએ તો 1995થી 2007 પંજાના નિશાન પર કુંવરજી બાવળીયા જીત્યા હતા તો 2009ની પેટા ચૂંટણીમાં ભાજપે બાજી પલટી અને તેમના ઉમેદવાર ભરત બોઘરા જીત્યા હતા ત્યાર બાદ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલ વિજય થયા હતા તેમજ 2017માં કોંગ્રેસમાંથી ફરી કુંવરજી બાવળિયા જીત્યા હતાં. તેમજ 2018માં કોંગ્રેસમાંથી રાજીનામુ ધરીને ભાજપનો ખેસ ધારણ કર્યો અને ફરી 2018ની પેટા ચૂંટણીમાં જીત મેળવી હતી. અત્રે ઉલ્લખનીય છે કે, પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળીયા 19 હજાર કરતાં વધારે મતની સરસાઈથી જીત થઈ હતી અને તેમને 90,268 મત મળ્યા હતા. આ બેઠક પર લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, ક્ષત્રીય, માલધારી, દલિત દબદબો છે. તેમજ જસદણમાં લગભગ 2 લાખ 28 હજાર મતદારો છે જેમાં પુરૂષ 1 લાખ 8 હજાર જેટલા અને મહિલા મતદાર 1 લાખ 20 છે. આ બેઠક પર 35 ટકા કોળી, 20 ટકા પટેલ તેમજ 10 ટકા દલિત અને 7 ટકા લઘુમતી, 7 ટકા કડવા પટેલ, 8 ટકા ક્ષત્રીય અને બીજા અન્ય મતદારો છે.
સૌરાષ્ટ્રના કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયા છેક 1995થી ગુજરાત વિધાનસભા અને ભારતીય સંસદમાં અનુક્રમે ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે. અહેવાલ અનુસાર બાવળિયાએ જુલાઈ 2018માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જે બાદ તરત જ તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. વર્ષ 2018થી સપ્ટેમ્બર 2021 સુધી એટલે કે રૂપાણી સરકારનાં સામૂહિક રાજીનામાં સુધી તેઓ પાણીપુરવઠો અને ગ્રામગૃહનિર્માણના મંત્રી રહ્યા હતા. તેઓ પાછલી ઘણી ચૂંટણીઓથી રાજકોટની જસદણ વિધાનસભા બેઠકથી ચૂંટાતા આવ્યા છે.
આ સિવાય તેઓ રાજકોટથી સાંસદ પણ રહી ચૂક્યા છે. રાજકીય વિશ્લેષકોના મતે બાવળિયા પોતાની મોટી વોટ બૅંક ધરાવતા ‘કદાવર નેતા’ છે. તેમની ઉપેક્ષા કરવું કોઈ પણ રાજકીય પક્ષ ‘પરવડે તેમ નથી.’ રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે જણાવ્યું હતું કે, “બાવળિયાની સૌરાષ્ટ્રના મતો પરની અસરને જોતાં તેઓ મોટા ભાગની ચૂંટણીઓમાં બે-ચાર ઉમેદવારોને ટિકિટ અપાવતા. અને પાર્ટી તે સ્વીકાર્ય પણ રાખતી. આ વાત તેમની જે-તે પાર્ટીમાં સ્વીકાર્યતા જણાવી દે છે.” નોંધનીય છે કે તેઓ જસદણ બેઠક પરથી પાંચ વખત ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાંથી ધારાસભ્ય બની ચૂક્યા હતા. તે બાદ વર્ષ 2018માં રાજીનામું આપ્યા બાદ ભાજપની ટિકિટ પરથી જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જીતી મંત્રીપદ હાંસલ કર્યું હતું.
પહેલા કોંગ્રેસમાં અને ત્યારબાદ ભાજપમાં આવેલા કુંવરજી બાવળીયા આ બેઠક પરથી અગાઉ પાંચવાર ચૂંટણી જીતી ચૂકેલા છે. આ વખતે કોણ જીતશે તે તો આવનારો સમય જ કહેશે. 1995, 1998, 2002, 2007, 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બાવળીયા કોંગ્રેસની ટિકિટ પરથી લડ્યા હતાં અને જીત્યાં હતાં. જો કે હવે તેઓ ભાજપમાંથી લડી રહ્યાં છે. આ સીટ પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ હોવાથી હવે ચૂંટણી રોમાંચક બની રહી છે. ભાજપ તરફથી આ ચૂંટણીમાં પ્રચાર માટે કોઈ તક જવા દેવામાં આવી નથી. રાજ્યના દિગ્ગજ નેતાઓ પ્રચારમાં જોડાયા હતાં. જસદણમાં ભાજપે આ વખતે પેટાચૂંટણીમાં મેગા પ્રચાર કર્યો છે. જેમાં CM, 7 મંત્રી, 38 MLA, 3 કેન્દ્રીય મંત્રીએ પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત 5 સાંસદ, 6 પૂર્વ મંત્રીઓએ પણ પ્રચાર કર્યો હતો. ભાજપના 95 નેતાઓ પણ જસદણ પેટાચૂંટણીનાં મેગા પ્રચારમાં જોડાયા હતા. જસદણમાં ભાજપ તરફથી કુંવરજી બાવળીયા ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે કોંગ્રેસની ટિકિટ પરથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યાં છે. પરંપરાગત રીતે જોવા જઈએ તો આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે.