રાજ્યભરમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે રાજકોટ DEO દ્વારા હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટમાં શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી રાજકોટની તમામ શાળાઓમાં ગરમવસ્ત્રોને લઇ પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને ચોક્કસ કલરના કપડા માટે દબાણ નહીં કરવાનો આદેશ કરાયો છે. આ સાથે DEOએ ઠંડીથી રક્ષણ માટે વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ ગરમ વસ્ત્રો પહેરી શકશે તેવો આદેશ કર્યો છે.
રાજકોટમાં જિલ્લા શિક્ષણધિકારીએ શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી બાળકો માટે પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં શિયાળાની ઠંડીને ધ્યાને લઈ કોઇ પણ ડિઝાઇનના જેકેટ કે સ્વેટર પહેરવાની છૂટ આપવાનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ કલરના કપડા માટે દબાણ કરી શકાશે નહી.
સાથે વિદ્યાર્થીઓ કોઈ પણ ડિઝાઇનના જેકેટ કે સ્વેટર પહેરવા સ્કૂલ દબાણ નહિ કરી શકે. ઠંડીથી રક્ષણ માટે વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ ગરમ વસ્ત્રો પહેરી શકશે. ખાનગી શાળાઓ સ્કૂલના નિયત કરેલા સ્વેટર પહેરવા દબાણ નહિ કરી શકે. આ તમામ નિયમોનું તમામ શાળાઓને કડક પણે પાલન કરવા માટે વિનંતી કરવામાં આવી છે.
Telangana: રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, ભટ્ટી વિક્રમાર્ક બન્યા ડેપ્યુટી સીએમ
રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી નમ્રતા મહેતાએ કહ્યું કે, ખાનગી શાળાઓ સ્કુલના નિયત કરેલા સ્વેટર પહેરવા દબાણ કરે તેવી ફરિયાદ સ્કૂલ તપાસ દરમિયાન કે અન્ય કોઈ રીતે મળશે તો કડક કાર્યવાહી કરવા માટે પણ ટકોર કરી છે .