રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અને મહિલા અધિકારી વચ્ચે પ્રેમ સંબંધનો મુદ્દો બધાને યાદ જ છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરનું મહિલા અધિકારી સાથે ઇલુ ઇલુ હોવાની વાતો વહેતી થઇ હતી.. વળી પૂર્વ કોર્પોરેટરને ભાજપના જૂના જૂથનો સાથ હોવાની પણ વાત સામે આવી હતી. ત્યારે હવે કંઈક એવો જ અશ્લીલ કાંડ કોંગ્રેસમાંથી પણ બહાર આવ્યો છે અને ફરીથી રાજકારણમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. વધુ એકવાર કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રેમ સંબંધને લઇને ચર્ચામાં આવ્યા છે. રાજકારણમાં દબદબો ધરાવતા નેતાઓનું નામ હવે આવા પ્રેમકાંડમાં પણ આવવા લાગ્યું છે. આ વાત છે કોંગ્રેસના સિનિયર નેતાના 25 વર્ષીય યુવતી સાથે સંબંધની.
વિગતો મળી રહી છે કે કોંગ્રેસના નેતાના ઈલુ ઈલુ હોવાની ચર્ચાથી ફરીથી વિવાદમાં આવ્યા છે. અગાઉ પણ આ નેતા પોતાની પત્ની સાથે અણબનાવને લઇને ચર્ચામાં આવ્યા જ હતા. લગ્નેતર સંબંધ સિવાય અને પ્રેમસંબંધને લઇને ચર્ચામાં આવતા હાલમાં રાજકારણમાં ફાટો પડતો જોવા મળી રહ્યો છે. આ મામલે યુવતીના પરિવારજનોને ખબર પડતા જ તેઓએ નેતાને બરાબરનો પાઠ ભણાવ્યો છે. યુવતીના પરિવારજનોએ માર માર્યો હોવાનુ પણ કોલમુખે ચર્ચાઈ રહ્યું છે. સાથે જ જાણવા મળી રહ્યું છે કે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પણ ફરતી થઇ છે. સાથે એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે નેતા યુવતી સાથે વૈદિક વિધી કરતા હતા. કોંગ્રેસના સિનિયર નેતાના આવા વર્તને ચોમેર ચર્ચા જગાવી છે.