રાજ્યમાં અનેક પશુઓ લંપી વાયરસનાં શિકાર બન્યા છે. આ વચ્ચે ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત પૂજ્ય શ્રી લાલબાપુએ આનો ઉપાય શોધી કાઢ્યો છે. આ એક દેશી ઉપાય છે. તેમના ઉપાયથી ઘણી બધી ગાયોના જીવ બચ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. તેમણે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, હળદર, કાળી મરીનો પાવડર, સાકર કે મધ, ઘીને રોટલીમાં ગાયોને આપવું જોઈએ. આ સિવાય ગૌમાતાના શરીર ઉપર જે ગાંઠ પડી હોય તેના પર ફટકડી અને કપૂર વાળા પાણીનો દિવસમાં બે ત્રણ વખત છંટકાવ કરવો.
તેમણે દાવો કર્યો છે કે આ રીતે દિવસમાં બે વખત કરવાથી ગૌમાતાને કોઈ રોગ નહિ થાય. આ સાથે પોતાના આ દાવાની હકીકત કહેતા કહ્યું કે જામનગરમાં આશાપુરા મિત્ર મંડળના યુવાનોએ મારા આ દેશી ઉપચારને અપનાવ્યો અને 1200થી 1300 જેટલી ગૌમાતાને લમ્પી વાયરસથી રક્ષણ મળ્યું છે.
ઉપલેટાના લાલબાપુએ હળદર અને મરીને ઔષધ ગણાવ્યા હતા. બાપુનો આશ્રમ રાજકોટના ઉપલેટા નજીક આવેલા ગધેથડ ગામ પાસે આવેલા વેણુ ગંગા ગાયત્રી આશ્રમના નામે આવેલો છે. તેઓ વર્ષોથી સેવા યજ્ઞ શરૂ કર્યો છે. તેમણે કહ્યું કે હળદર, કાળી મરીનો પાવડર, સાકર કે મધ, ઘીને રોટલીમાં ગાયોને આપવું અને જે ચાઠા પડી ગયા હોય તેના પર ફટકડી અને કપૂર વાળું પાણી દિવસમાં બે ત્રણ વખત છંટકાવ કરવો.