મહેન્દ્રભાઈ ફળદુનુ નામ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિમા સામેલ છે. આ સાથે તેઓ કડવા પાટીદાર સમાજના આગેવાન તરીકે પણ કાર્યરત હતા. આ વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે મહેન્દ્ર ફળદુએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મળતી માહિતી મુજબ તેમણે આપઘાત કરતા પહેલા મીડિયાને એક પ્રેસનોટ પણ મોકલી હતી. આ પ્રેસ નોટમાં તેમણે પોતાના આ આપઘાત કરવા પાછળનુ કારણ જણાવ્યુ હતુ.
પ્રેસ નોટમા અમિત ચૌહાણ, એમ.એમ. પટેલ, અતુલ મહેતા આ માટે જવાબદાર હોવાનુ અને મને ખૂજ હેરાન, ફરિયાદો, ધમકી આપી જેવી બાબતો લખેલી હોવાનો ખુલાસો થયો છે. તેમના આ પગલા માટે ઓઝોન ગૃપને તેઓએ આ પ્રેસ નોટમા જવાબદાર ગણાવતા લખ્યું છે કે, મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજો કરી આપતા નથી. મારા ગ્રુપના 70 કરોડના દસ્તાવેજો છે.