બોટાદના લઠ્ઠાકાંડ બાદ રાજકોટનો દેશી દારૂના હાટડાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. આ વીડિયોમા જોઈ શકાય છે કે એક મહિલા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી રહી છે. મળતી માહિતી મુજબ આ વીડિયો શાપર વેરાવળ વિસ્તારનો છે. શાપર પોલીસે આ વાઇરલ વીડિયો અંગે વાત કરતા માહિતી આપી છે કે તે 6 મહિના પહેલાનો છે. આ જગ્યાએ પોલીસે ત્રણ વખત દરોડો પાડી કાર્યવાહી પણ કરી છે.
આ સિવાય રાજકોટમાં કાલે પ્રોહિબિશન અંગે ડ્રાઈવ અંતર્ગત શાપર વેરાવળ GIDCના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી કુલ 12 પ્રોહીબીશનના કેસો સામે આવ્યા છે. આ સિવાય અન્ય પોલીસ સ્ટેશનોમાંથી 34 કેસો સામે આવ્યા બાદ કુલ 46 પ્રોહીબીશનના કેસો ખુલ્લા પડ્યા છે. આ તમામ કેસોમા મળીને કુલ 273 લીટર દેશી દારૂ તેમજ 1840 લીટર આથો મળી આવ્યો છે. જીલ્લાના અન્ય 187 બુટલેગર્સને ચેક કરી નીલ રેઈડની કાર્યવાહી રાજકોટ પોલીસ દ્વારા હાથ ધરવામા આવી છે.