રાજકોટના લોકમેળામાં જન્માષ્ટમીના દિવસે લોકો ઉમટી પડ્યા હતા. માનવ મહેરામણ છેક વહેલી સવારથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી જોવા મળ્યુ હતુ. ત્રીજા દિવસે તો 4 લાખથી વધુ લોકો આવ્યા હોય તેવો નજારો જોવા મળ્યો હતો.
આ લોકમેળો શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાય છે. બપોરના 12 વાગ્યા બાદ ભીડ વધવા લાગી અને રાત્રિના 12 વાગ્યા સુધીમાં ક્યાય પગ મૂકવાની પણ જગ્યા રહી ન હતી.
કુલ 5 દિવસના મેળા દરમિયાન 10 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી. પ્રથમ દિવસે અંદાજિત 50,000થી વધુ, બીજા દિવસે 2 લાખથી વધુ અને ત્રીજા દિવસે 4 લાખથી વધુ લોકોએ મેળામા પંચ્યા હતા. આજે પણ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડે એવી શક્યતા છે.
મળતી માહિતી મુજબ આ 9થી 11 વચ્ચેના સમયગાળા દરમિયાન જ 1.50 લાખ લોકો મેળામાં પરિવારજનો, સગાં-સબંધીઓ અને મિત્રો સાથે મોજ કરવા પહોંચી ગયા હતા. કોરોનાના સમયગાળા દરમિયાન સાતમ-આઠમના પર વહીવટી તંત્ર દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યુ ન હતુ.