હાલમાં ભારતની મોદી સરકારનું હર ઘર તિંરગા અભિયાન જોરોશોરોથી ચાલી રહ્યું છે. અલગ અલગ શહેરોમાં આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે એ જ અરસામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજકોટ શહેરમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા નીકળશે. ત્યારે શહેરમાં આજે બહુમાળી ભવન ચોક ખાતે સવારે 8 કલાકથી દેશભક્તિ જગાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત થઈ હતી. જેની વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું પણ આગમન થયું હતું. ફ્લેગોફ આપી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યા બાદ યાત્રા આગળ ધપી રહી છે.
સાથે જ એક મહત્વની વાત કરીએ તો તિરંગા યાત્રામાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે યાત્રાના રૂટ પર સરકારી વાહનો સિવાયના વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરાઈ છે. આ રૂટ પર આજે વાહનોને નો એન્ટ્રી રાખવામાં આવી છે.
પોલીસ હેડક્વાર્ટરથી બહુમાળી ભવન ચોક
સર્કિટહાઉસથી આકાશવાણી રોડ
જિલ્લા પંચાયતથી ફૂલછાબ ચોક, કિસાનપરા ચોક
ભીલવાસથી અને જાગનાથ પ્લોટથી યાજ્ઞિક રોડ
એસ્ટ્રોન ચોકથી યાજ્ઞિક રોડ ટી પોઇન્ટ
મોટી ટાંકી ચોકથી જીમખાના રોડ
વિરાણી ચોકથી હરિભાઇ હોલ
વિદ્યાનગર રોડથી જસાણી કોલેજ અને રાષ્ટ્રીય શાળા
વિગતો મળી રહી છે કે આ રૂટના પશ્ચિમ તરફના એટલે કે કાલાવડ રોડ, આમ્રપાલી તરફથી આવતા લોકોને પૂર્વ તરફ એટલે કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તરફ જવું હોય તો રેસકોર્સ રિંગ રોડ પરના જૂની એનસીસી ઓફિસ થઇ પોલીસ હેડ ક્વાર્ટર ગેટ, ટ્રાફિક શાખા ઓફિસ થઇને વાહનચાલકો જઇ શકશે. ટાગોર રોડ તરફથી ત્રિકોણબાગ જવા માગતા વાહન ચાલકો વિરાણી ચોક, લેલન ટી પોઇન્ટથી ગોંડલ રોડ, લોધાવાડ ચોક થઇને જઇ શકશે.
તો વળી તિરંગા યાત્રામાં જોડાનાર માટે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી રોડ અને ભાવનગર રોડથી આવતી બસ માટે શાસ્ત્રીમેદાન, કાલાવડ રોડ પરની શાળા-કોલેજોની બસ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં પાર્ક કરવાની રહેશે.